એક વર્ષની સજાનો હુકમ રદ્દ કરી નિર્દોષ મુકત કરતી સેસન્સ કોર્ટ

06 December 2018 06:28 PM
Rajkot Crime

16 વર્ષ પૂર્વેના કેસમાં નીચેની અદાલતે ફટકારેલી

Advertisement

રાજકોટ તા.6
2002ની સાલમાં થાનગઢના માંડવ વીણમાં 50થી 70 ગાય, ભેંસો લઈ ફોરેસ્ટ ખાતાએ કરેલી લોખંડની રેલીંગ ફેન્સીંગ તોડી 10 હજારનું નુકશાન કરી એક સંપ કરીને ફરજ રૂકાવટ કરવાના ગુન્હામાં નીચેની કોર્ટે કરેલી એક વર્ષની સજા અને દંડનો હુકમને રદ્દ કરી સુરેન્દ્રનગર સેશન્સ અદાલતે નિર્દોષ મૂકત કરવા હુકમ કર્યો છે.
આ કામમાં નામદાર કોર્ટે થાનગઢના લોઅર કોર્ટે ફો.કે. નં. 71/15ના કામે તા.31/3/17ના રોજ આરોપીઓને 1 વર્ષની સજાનો હુકમ કરેલ હતો. તેની વિરૂધ્ધ આરોપી પક્ષે નામ. સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં દાખલ કરેલ હતી. જે અપીલ તા.30/11/2018ના રોજ પીન્ટોએ મંજુર કરી લોઅર કોર્ટનો હુકમ રદ કરેલ હતો.
આ હુકમથી નારાજ થઈ આરોપી પક્ષે એટલે કે હાલના અરજદારે સેશન્સ કોર્ટમાં હાલની અપીલ દાખલ કરેલ હતી. જે અપીલમાં બન્ને પક્ષો તરફથી દલીલ કરવામાં આવેલ હતી. જેમાં અરજદાર તરફે (મુળ આરોપી તરફે) થયેલ દલીલો માન્ય રાખી નામ. ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી સુરેન્દ્રનગરના મહે. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પીન્ટોએ તા.30/11/2018ના રોજ એપેલેન્ટની અપીલ મંજુર કરવાનો હુકમ કરેલ હતો અને આરોપી રઘુભાઈ ખોડાભાઈ ભરવાડ, ગગજીભાઈ માલાભાઈ ભરવાડ, હીરાભાઈ નાથાભાઈ ભરવાડ, જગમાલભાઈ ઉર્ફે મોકાભાઈ પોલાભાઈ ભરવાડનાઓએ નામ. સેશન્સ કોર્ટે લોઅર કોર્ટનો હુકમ રદ કરી ઉપરોકત આરોપીઓને તા.30/11/2018ના રોજ નિર્દોષ ઠરાવેલનો હુકમ કરેલ હતો.


Advertisement