જનરલ બોડૅ બોલાવી ઠરાવો થઈ શકે? કમિશ્નરે માગૅદશૅન માંગ્યું..

06 December 2018 06:24 PM
Rajkot

સામાન્ય સભા યોજવા ચૂંટણી તંત્ર પાસે મંગાતી મંજુરી...

Advertisement

રાજકોટ, તા. ૬ રાજકોટ મ્યુનિ. કોપોૅરેશનની દ્વિમાસિક સામાન્ય સભા વચ્ચે રાજકોટ જિલ્લામાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની અાચારસંહિતા અમલમાં છે. અા સંજોગોમાં બોડૅ બોલાવીને કાયૅવાહી કરી શકાય કે નહી તે અંગે કમિશ્નરે જિલ્લા ચૂંટણી તંત્રનું માગૅદશૅન માંગ્યંુ છે. કમિશ્નરે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખી સામાન્ય સભા યોજવા માટે મંજૂરી માંગી છે. તા. ર૦ ડિસે. પહેલા દ્વિમાસિક સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. મેયર અેજન્ડા બહાર પાડીને દરખાસ્તો મુકે છે. તો કોપોૅરેટરો પ્રશ્ર્નોત્તરી મુકતા હોય છે. પત્રમાં જણાવ્યું છે કે જસદણ પેટા ચૂંટણીનું મતદાન તા. ર૦/૧રના રોજ થવાનું છે. અાદશૅ અાચારસંહિતા વચ્ચે જીપીઅેમસી ૧૯૪૯ હેઠળની જોગવાઈઅો અનુસાર સભા માટે નિયમો નકકી થયા છે. તે અંતગૅત તા. ર૦ પહેલા બોડૅ બેઠક બોલાવવી અનિવાયૅ છે. અા સંજોગોમાં ઠરાવ થઈ શકે કે કેમ તેનો અભિપ્રાય માંગવામાં અાવ્યો છે. અામ તો ભુતકાળમાં વોડૅ નં.૪ની પેટા ચૂંટણી વખતે પણ તમામ વોડૅમાં અાચારસંહિતા ન હતી અને વોડૅ સિવાયના કામો પણ બેઠકોમાં મંજુર થતા હતા. હવે વિધાનસભા ચૂંટણીમાં કાયૅવાહી કરવા અંગે કલેકટર માગૅદશૅન અાપશે તેમ કરવામાં અાવશે. પુરા ગુજરાતમાં અાચારસંહિતા હોય તો પણ અેકટ મુજબ બોડૅ બોલાવી સભા મોકુફીની કાયૅવાહી તો કરવી પડે છે તે ઉલ્લેખનીય છે.


Advertisement