40 લાખની ચાંદીની લુંટના કેસમાં રાજકોટના ફોજદાર- બે જવાનની ધરપકડ

06 December 2018 06:23 PM
Ahmedabad Crime Rajkot

અમદાવાદના બનાવમાં રાજકોટ એસઆરપીના ત્રણ પકડાયા

Advertisement

રાજકોટ તા.6
અમદાવાદમાં 40 લાખની ચાંદીની લુંટ કેસમાં પોલીસ દ્વારા રાજકોટ એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા એક પીએસઆઈ તથા બે જવાનોની ધરપકડ કરતા સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવની પ્રાથમીક માહિતી પ્રમાણે અમદાવાદનાં ગોમતીપુરમાં 40 લાખની ચાંદીની લુંટ થઈ હતી તેની તપાસમાં પગેરુ રાજકોટના એસઆરપી ગ્રુપ સુધી પહોંચ્યું હતું. એસઆરપી ગ્રુપના ફરજ બજાવતા કર્મચારીઓની સંડોવણીની કડી મળી હતી અને તેના આધારે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ દ્વારા 40 લાખની ચાંદીના આ લુંટ કેસમાં એક ફોજદાર તથા બે કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય રાજકોટના એસઆરપી ગ્રુપ-13માં ફરજ બજાવતા હોવાનું જાહેર થયું છે. લુંટનો મુદામાલ કબ્જે લેવા સહીતના મુદાઓપર ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી છે.


Advertisement