અંતિમ મેચમાં જયદેવ શાહની વધુ એક કેપ્ટન ઈનિંગ: 85 અણનમ

06 December 2018 06:15 PM
Sports
  • અંતિમ મેચમાં જયદેવ શાહની વધુ એક કેપ્ટન ઈનિંગ: 85 અણનમ

કર્ણાટક સામેના મેચમાં ટીમનો ધબડકો પણ બચાવ્યો: સદી ભણી

Advertisement

રાજકોટ તા.6
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. મેદાનમાં રમાઈ રહેલા સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના રણજી ટ્રોફી મેચમાં આજે ટીમ સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ શાહે પોતાનો આખરી મેચ રમતા 85 રન ફટકાર્યા હતા. અને સૌરાષ્ટ્રનો ધબડકો બચાવ્યો હતો. જયદેવ શાહ તેની કેરીયરના અંતિમ મેચમાં 135 દડામાં 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 85 રન બનાવ્યા છે. સૌરાષ્ટ્રની ટીમે છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 7 વિકેટના ભોગે 230 રન નોંધાવ્યા હતા. તે પૂર્વે આજે સૌરાષ્ટ્ર તરફથી દેસાઈએ 26, પટેલે 22, બારોટ 0 રન, વસાવડા 38 રન, જેકશન 4 રન બનાવીને આઉટ થયા હતા. માંકડ પણ 37 રન બનાવી આઉટ થયો હતો. અને ચીરાગ જાની પણ 13 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ જયદેવ શાહે આ લખાય છે ત્યારે 85 રન બનાવ્યા છે અને તે મકવાણા સાથે ક્રીઝ પર છે. સૌરાષ્ટ્રનો ધબડકો કર્ણાટકના બોલર જે. સુચીતે કર્યો હતો. જેને પાંચ વિકેટ ઝડપી છે. આમ અંતિમ મેચમાં પણ જયદેવ શાહે પોતાની કેપ્ટન ઈનિંગ્સ રમી છે. તથા ટીમને મુશ્કેલીમાંથી પણ બહાર કાઢયું છે.


Advertisement