જુનાગઢનાં તત્કાલીન પીએસઆઇ કરમુર સસ્પેન્ડ

06 December 2018 06:12 PM
Junagadh
Advertisement

રાજકોટ તા.6
જુનાગઢના તત્કાલીન પીએસઆઇ જે.બી.કરમુરને સસ્પેન્ડ કરવા ડીઆઇજીએ આદેશ કર્યાનાં પગલે પોલીસદળમાં ખળભળાટ મચી ગયો છે.
જુનાગઢના તત્કાલીન પીએસઆઇ અને એક સમયે કેશોદ ખાતે ફરજ બજાવતા જે.બી.કરમુરે એક વ્યકિતને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને પગલે ડીઆઇજી સમક્ષ મનોજ વણપરીયા નામનાં વ્યકિતએ અરજી કરેલ હતી.
જે અરજીની તપાસનાં અંતે ડીઆઇજીએ પીએસઆઇ જે.બી.કરમુરને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે.


Advertisement