જસદણ કોંગ્રેસે ફેશબુકમાં તૈયાર કરેલા પેઈઝ ભાજપને ડીલેટ કર્યાનો આક્ષેપ

06 December 2018 06:12 PM
Jasdan Gujarat
  • જસદણ કોંગ્રેસે ફેશબુકમાં તૈયાર કરેલા પેઈઝ ભાજપને ડીલેટ કર્યાનો આક્ષેપ

ચૂંટણી સમયે સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર

Advertisement

રાજકોટ તા.6
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના માહોલમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર સમી રાજકિય લડાઈ જામી છે. બંને પક્ષોનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ફેશબુકમાં તૈયાર કરાયેલા બે પેઈઝ ભાજપે હેકીંગ કરી ઉડાડી દીધાના આક્ષેપનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ.
જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર માટે પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા ફેશબુકમાં પેઈઝ તૈયાર કરવામાં આવ્યા હોય ભાજપ દ્વારા હેકીંગ કરી બે પેઈઝ ડીલેટ કર્યાનો આક્ષેપ સોશ્યલ મીડીયામાં વાયરલ થતા રાજકીય ક્ષેત્રે ગરમાવો જામ્યો છે. જો કે કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા થવા પામી નથી.


Advertisement