લોકરક્ષક દળનું પેપર લીક કૌભાંડ 15 વર્ષની ભરતીના પોપડા ઉખેડશે

06 December 2018 06:10 PM
Ahmedabad Gujarat
  • લોકરક્ષક દળનું પેપર લીક કૌભાંડ 15 વર્ષની ભરતીના પોપડા ઉખેડશે

છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતીની તપાસ કરવા વિધાનસભાની સંયુક્ત સમીતી રચવા કોંગ્રેસની માંગ

Advertisement

લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું પેપર ફુટી ગયા બાદ રાજય સરકારે કરેલી ભરતીઓ ઉપર આંગળીઓ ઉઠી રહી છે. ગુજરાત કોંગ્રેસે છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતીની તપાસ કરવા જોઈન્ટ એસેમ્બલી કમીટીની તપાસ માટે માંગ કરી છે.
ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી છેલ્લા 15 વર્ષમાં થયેલી સરકારી ભરતીની તપાસ કરવાની માંગ કરી છે. આ તપાસ માટે જોઈન્ટ એસેમ્બલી કમીટી બનાવવા અને તેમાં વિરોધ પક્ષના સભ્યોનો સમાવેશ કરવાનું સૂચન પણ કર્યું છે.
મુખ્યમંત્રી રૂપાણીને લખેલા પત્રમાં તેમણે ટાંકયું છે કે, ગુજરાતમાં જયારે ગેરરીતિ થાય છે ત્યારે તપાસ પંચ તો રચાય છે પરંતુ રાજય સરકાર તેને ગુટખા રજુ કરતી નથી.
હાલ લોકોને સરકાર વિભાગો ઉપર વિશ્ર્વાસ નથી તેથી અમે જોઈન્ટ એસેમ્બલી કમીટી રચવાની માંગ કરીએ છીએ જે છેલ્લા 15 વર્ષમાં થયેલી ભરતીની તપાસ કરશે.
બીજી તરફ રાજય સરકારે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, છેલ્લા 15 વર્ષમાં સરકારે વચેટીયા પ્રથા જ નાબુદ કરી નાખી છે. તમામ ભરતીઓમાં પારદર્શકતા જળવાઈ છે. 4.76 લાખ નોકરીઓ છેલ્લા બે વર્ષમાં ઉભી કરાઈ હોવાનો ભાજપનો દાવો કોંગ્રેસે ખોટો ગણાવ્યો છે અને માત્ર 12,869 નોકરીઓ જ અપાઈ હોવાનું કહ્યું છે.


Advertisement