રાજકોટ ગ્રામ્યના વિજ અધિકારીને ‘ઝટકો’ લાગશે? ભ્રષ્ટાચારની રાવ

06 December 2018 06:08 PM
Rajkot

માનીતાને જ મુખ્ય કોન્ટ્રાકટરો આપવા સહીતના અનેકવિધ ચોંકાવનારા આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે લેખીત રજુઆત થયાની ચર્ચા: વિજતંત્રમાં અનેકવિધ અટકળો

Advertisement

રાજકોટ તા.6
સૌરાષ્ટ્ર-કચ્ચમાં વિજ વિતરણના વિશાળ નેટવર્ક ધરાવતા પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ (પીજીવીસીએલ) માં એક સીનીયર અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે લેખીત રજુઆત થતા વિજતંત્રમાં ખળભળાટ સર્જાયો છે અને અધિકારીઓ-કર્મચારીઓમાં અનેકવિધ ચર્ચાઓએ જોર પકડયું છે.
પીજીવીસીએલના રાજકોટ ગ્રામ્યમાં ફરજ પર રહેલા સીનીયર અધિકારી દ્વારા વિજતંત્રના અનેકવિધ કોન્ટ્રાકટમાં ગરબડ-ગેરરીતિ કરવામાં આવી રહ્યાની અને કોન્ટ્રાકટ આપવામાં ભેદભાવ રાખીને માનીતા કોન્ટ્રાકટરોને જ ફાળવણી કરવામાં આવતી હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. આ વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી જ હતી અને ખાનગી રાહે તેની તપાસ પણ કરવામાં આવી રહી હતી તે દરમ્યાન લેખીત રજુઆત કરવામાં આવતા પ્રકરણ વધુ ગંભીર બન્યુ છે.
એમ કહેવાય છે કે રાજકોટ ગ્રામ્યમાં ઉચ્ચ હોદો ધરાવતા આ અધિકારી દ્વારા વિજતંત્રના કોન્ટ્રાકટ આપવામાં સગાવાદ અને મનમાની ચલાવવામાં આવી રહી છે. અમુક ચોકકસ અને માનીતા કોન્ટ્રાકટરોને જ કામ આપવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાથી તે પાછળની દાનત વિશે શંકા અને સવાલો ઉઠવા લાગ્યા હતા એવી ચર્ચા છેકે વિજતંત્રના કોન્ટ્રાકટ માનીતા અનેમળતીયા કોન્ટ્રાકટરોને જ જવા લાગતા અન્ય કોન્ટ્રાકટરોમાં ઉહાપોહ મચી ગયો હતો. ભૂતકાળમાં ચાલતી પદ્ધતિ પ્રક્રિયા બંધ કરીને ધરણા નિયમોની જેમ વિજતંત્રના કામોની આડેધડ ફાળવણી કરવાનું શરૂ કરતા કોન્ટ્રાકટરોનો એક વર્ગ સમસમી ગયો હતો. આ મામલે ચેરમેન કે મેનેજીંગ ડાયરેકટર જેવા સ્તરે રજુઆત કરવાની વિચારણા થઈ હતી. પરંતુ કાયમી ટકરાવની હાલત સર્જાવાની બીકે આમ કરવાનું ટાળવામાં આવ્યું હતું.
એમ કહેવાય છે કે વિજતંત્રના કોન્ટ્રાકટ આપવામાં વધુ ‘બેફામ’ જેવી નીતિ અપનાવવાનું શરૂ થતા અમે માત્ર માનીતાઓને જ સાચવવાનું કાયમી બની જતા છેવટે એક વર્ગ દ્વારા ઉચ્ચ સ્તરે લેખીત રજુઆત કરી હતી અને આ મામલે ઉચ્ચ સ્તરેથી જવાબ પણ મંગાવવામાં આવ્યાનું કહેવાય છે.
વિજતંત્રમાં સંખ્યાબંધ કામો ખાનગી કોન્ટ્રાકટરો પાસે કરાવવામાં આવે છે અને તેમાં સીનીયર અધિકારીઓને ઘણીખરી સતા હોય છે. રાજકોટ ગ્રામ્યનોમુદો વિજતંત્રમાં પણ ચર્ચાનો વિજય બન્યો છે. ચોકકસ માનીતા કોન્ટ્રાકટરોને જ કામો આપવાના કથિત આક્ષેપ પાછળના કારણોમાં ભ્રષ્ટાચાર હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
એવુ પણ કહેવાય છે કે રાજકીય વગ તથા કર્મચારી યુનિયનના ચાર હાથ હોવાના કારણોસર અધિકારીનો વાળ વાંકો થઈ શકતો નથી. યુનિયનની વગને કારણે કચેરીમાં પણ એકચક્રી સતા ભોગવતા હોવાની છાપ છે.
વિજતંત્રમાં અધિકારી સામે કથિત આક્ષેપો સાથેનું રજુઆત પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડયું છે. વડીકચેરી-કોર્પોરેટ ઓફીસમાં પણ તેની ચર્ચા છે. આ મામલે ઉચ્ચસ્તરેથી કોઈ આદેશ કેતપાસ આવે છે કે કેમ તેના પર નજર છે.


Advertisement