‘રૂડા’ની મોટામૌવા આવાસ યોજનાનુ સ્થળ રાતોરાત બદલાયું: બિલ્ડર જુથનું કનેકશન?!!

06 December 2018 06:06 PM
Rajkot
  • ‘રૂડા’ની મોટામૌવા આવાસ યોજનાનુ સ્થળ રાતોરાત બદલાયું: બિલ્ડર જુથનું કનેકશન?!!
  • ‘રૂડા’ની મોટામૌવા આવાસ યોજનાનુ સ્થળ રાતોરાત બદલાયું: બિલ્ડર જુથનું કનેકશન?!!
  • ‘રૂડા’ની મોટામૌવા આવાસ યોજનાનુ સ્થળ રાતોરાત બદલાયું: બિલ્ડર જુથનું કનેકશન?!!
  • ‘રૂડા’ની મોટામૌવા આવાસ યોજનાનુ સ્થળ રાતોરાત બદલાયું: બિલ્ડર જુથનું કનેકશન?!!

ટીપી 10 હેઠળની ખાલી-કોરીકટ જગ્યાને બદલે 40થી 50 સુચિતમાં મકાનો, મંદિરો સહિતના બાંધકામો ધરાવતું સ્થળ પસંદ કરાયું: વિવાદના એંધાણ

Advertisement

રાજકોટ તા.6
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (રૂડા) દ્વારા રાજકોટની ભાગોળે મુંજકા અને મોટામવા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 4224 આવાસોના નિર્માણ માટે ગતિવિધીઓ તેજ કરી દેવામાં આવેલ છે.
પરંતુ મોટામવામાં ટીપી-10માં મોટાગજાના એક બિલ્ડર જૂથના કનેકશનના કારણે આવાસ યોજનાનું સ્થળ રાતોરાત બદલાય ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં ટીપી-10માં ખાલી કોરીકટ જગ્યાના બદલે મોટામવામાં જયાં ભગવાન શિવ, હનુમાનજી અને નાગદેવતાના મંદિર આવેલ છે તેમજ પટેલ સમાજની વાડી અને 40થી 50 મકાનો આવેલ છે તે જગ્યાને આવાસ યોજના માટે પસંદ કરી નંખાતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.
જાણવા મળ્યા મુજબ આવાસ યોજના માટે રૂડા દ્વારા હાલ પસંદ કરાયેલી મોટામવાની આ સુચીત જગ્યામાં આજથી 20થી 25 વર્ષ પૂર્વે જયારે ટી.પી. સ્કીમ ન હતી ત્યારે આ સુચીતમાં સોસાયટીના મકાનો ઉભા થયેલ હતા. જેમાં હાલ લોકો વસવાટ કરી રહ્યા છે.
તેમજ આ જગ્યામાં આવેલ મહાદેવજી, હનુમાનજી અને નાગદેવતાના મંદિરો ભાવીકોની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમાન છે. આ સુચીત જગ્યા અગાઉ આવાસ યોજના માટે નકશામાં ન હતી.
પરંતુ સાત વર્ષ પૂર્વે એક મોટા ગજાના બિલ્ડર જુથે મોટામવામાં ટીપી-10માં મોટી જગ્યા ખરીદી લીધી છે. જેને ખટાવવા અને આ જૂથ સાથેના ખાસ કનેકશનને લઈને રૂડા તંત્ર દ્વારા આવાસ યોજનાનું સ્થળ ટીપી 10માં કોરીકટ જગ્યાને બદલે રાતોરાત બદલી નંખાતા વિવાદ છેડાયેલ છે. જેના પગલે તંત્ર દ્વારા વિષમ પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકરણમાં વધુમાં જાણવા મળ્યા મુજબ આ જગ્યામાં અગાઉ પીપીપીના ધોરણે આવાસો બનાવવાનું પણ રૂડા તંત્ર દ્વારા વિચારવામાં આવેલ હતું. પરંતુ ત્યારબાદ આ પીપીપીની યોજના પડતી મૂકી હવે એકાએક આ સુચીત જગ્યામાં આવાસ યોજના મૂકાતા આ સુચીત જગ્યામાં વર્ષોથી વસતા લોકોની હાલત કફોડી બની જવા પામેલ છે. તેની સાથે વિવાદ છંછેડાતા તંત્ર માટે સાપે છછુંદર ગળ્યા જેવી હાલત થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement