પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા

06 December 2018 06:05 PM
Rajkot Crime
  • પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા
  • પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા
  • પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા
  • પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા
  • પોપટપરા મેઈન રોડ પર ફરી કાચ તોડ ગેંગ ઝળકી : 3 વાહનોના કાચ તોડ્યા

રોષિત લાત્તાવાસીઓની પોલીસ કમિશ્નરને રજૂઆત : 2 શાખ્સોનું કારસ્તાન : રાત્રીના મકાનના દરવાજા ખખડાવી નાશી છૂટે છે : રોડ પર પડેલા વાહનોને નિશાન બનાવે છે : વિસ્તારના મહાદેવ મંદિરમાં સીસી કેમેરા મુકવાની માંગ

Advertisement

રાજકોટ તા.6
શહેરના પોપટપરા મેઈન રોડ પર છેલ્લા ત્રણ દિવસ થયા કાચ તોડ ગેંગે પુન: દેખા દઈને મહિલા ગાયકના સહીત ત્રણ કારના કાચ ભાંગીને ભુક્કો કરી નાંખતા લત્તાવાસીઓમાં ભય સાથે રોષ વ્યાપ્યો છે. આજે જે જે લત્તાવાસીઓના ગાડીઓના કાચ તૂટ્યા તેવા પરિવારજનોએ લત્તાવાસીઓને સાથે રાખી પોલીસ કમિશ્નરને ઉગ્ર રજુઆતો કરી ગેંગને તાત્કાલિક પકડી પાડવા અને વિસ્તારના મહાદેવ મંદિરે સીસી કેમેરા મુકવા માંગ દોહરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પોપટપરા મેઈન રોડ, રઘુનંદન સોસાયટીમાં રહેતા અકબરભાઈ નામના વ્યક્તિના કારના કોઈ શખ્શોએ રાત્રીના કાચ તોડી નાખતા આ બનાવ બાતે લત્તાવાસીઓએ તપાસ આદરી હતી. પણ લત્તાવાસીઓ જાગૃત થયાનું જાણી ગયેલા શખ્શોએ બે દિવસ નિરાંત રાખી ગઈકાલે વધુ બે લોકોની કારના કાચ ભાંગીને ભુક્કો કરી નાખતા લત્તાવાસીઓમાં ભય સાથે રોષ વ્યાપ્યો છે.
ગઈકાલે કાચતોડ ગેંગનાં કારસ્તાનનો ભોગ બનેલાઓમાં આશીફભાઈ ગફારભાઈ કરગથરા (જીજે 23 સીએ 2588) તેમજ ગાયક કલાકાર મંજુલાબેન કરશનભાઈ ધોરીયા(જીજે 01 એચસી 4434) નબરની કારનો સમાવેશ થાય છે. એકી સાથે આમ રાત્રીના ગાડીઓના કાચ તોડવામાં આવતા આજે લત્તાવાસીઓએ એક્ઝુંટ થવાનું નક્કી કરી બપોર સુધી ચર્ચા-વિચારના કરી કાચતોડ ગેંગ સામે પગલા ભરવાની માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરીએ દોડી ગયા હતા.
અહી લત્તાવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે, મોદી રાત્રીના કોઈ ટીખળી શખ્શો પહેલા રહેણાંક મકાનોના દરવાઝા ખખડાવે છે. ત્યારે સામેથી કોઈ અવાજ, જવાબ નાં આવે તો પછી આવા મકાનો પાસે પાર્ક પડેલી કાર જેવા વાહનોને નિશાન બનાવી, કાચ ભાંગીને ભુક્કો કરી નાશી છૂટે છે. આ વાતથી પોપટપરા મેઈન રોડ પર રહેતા લત્તાવાસીઓમાં ભય ઉભો થયો હોય, પોલીસે સધન તપાસ કરવી જોઈએ તેવી લત્તાવાસીઓએ માંગણી દોહરાવી હતી.

કાચતોડ ગેંગને પકડી જાહેરમાં સરઘસ કાઢો
રાજકોટ : પોલીસ કમિશનર કચેરીએ દોડી ગયેલા રોષિત પોપટપરા વિસ્તારના લોકોએ જણાવેલ કે, ભૂતકાળમાં જયારે શહેરના અમુક વિસ્તારોમાં વાહનોના કાચ તોડી આતંક મચાવ્યો ત્યારે પોલીસે આ ગેંગને ઝડપી લઈને જાહેરમાં આગવી ઢબે સરભરા કરી હતી તેવી જ રીતે તેઓના વિસ્તારના વાહનોના કાચ ફોડનાર ગેંગના અસામાજિક તત્વોને જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરો જેથી અન્ય પ્રજાને ગેંગ વિષે જાણવા મળે.

રામેશ્ર્વર મહાદેવ મંદિરમાં સીસી કેમેરા મુકવા માંગ
રાજકોટ : પોતાની કારના કાચ તુટતા નુકશાની ભોગવનાર આશીફ્ભાઈ તેમજ મંજુલાબેન સહિતના પોપટપરા મેઈન રોડ પરના લત્તાવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં રામેશ્વર મહાવેવ મંદિર આવેલું છે. આ જગ્યાએ જો સીસી કેમેરા ગોઠવાય તો અહીંથી નીકળતી કાચતોડ ગેંગ પકડાવા સંભવ છે. એટલુજ નહિ મોડી રાત્રીના પોલીસ જો આ વિસ્તારમાં સધન પેટ્રોલિંગ બનાવે તો અસામાજિક તત્વોની રંજાડ પણ હળવી થઇ શકે તેમ છે. હાલ પોલીસે લાત્તાવાસીઓની માંગ પરત્વે હકારાત્મક વલણ દાખવી તપાસ કરી કાચતોડ ગેંગને પકડવાની ખાતરી આપી હતી.


Advertisement