દારૂ પ્રકરણમાં વોન્ટેડ નામચીન બુટલેગર સાહિલ કચરાને પોલીસે દબોચી લીધો

06 December 2018 06:02 PM
Rajkot Crime
  • દારૂ પ્રકરણમાં વોન્ટેડ નામચીન બુટલેગર સાહિલ કચરાને પોલીસે દબોચી લીધો

નિર્મલા રોડ પર અને આઝાદચોક માં તેમની ઓફિસમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે સોકત ઝડપાયો હતો:પૂછપરછમાં સાહિલ કચરાનું નામ ખુલ્યું હતું : દરોડા દરમિયાન સાહિલ કચરા ફરાર થયો હતો:ઘરે આટો મારવા આવ્યો ને પોલીસે વોચ ગોઠવી ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ

Advertisement

રાજકોટ તા.6
શહેરમાં થોડા દિવસ પહેલા નિર્મલા રોડ પર દરોડો પાડી ગાંધીગ્રામ પોલીસે કૌટુંબિક કચરા બંધુની ઓફિસમાંથી રૂપિયા 85,800/- ની કિમતનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડ્યાની વાતમાં બહારની પોલીસની કામગીરી બાદ ગાંધીગ્રામ પોલીસ જાગી હોવાનું ફલિત થયું હતું કારણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આઝાદચોકમાંથી નામચીન બુટલેગર કચરાબંધુનો રૂ.1 લાખથી વધુનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડ્યો હતો.તેમાં સાહિલ કચરા ઘણા સમય થી ફરાર હતો તેને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, નિર્મલા રોડ પર સાગર કોમ્પ્લેક્ષ શક્તિ લોન્ડ્રી પાસે શોકત ઉસ્માન કચરાની ઓફિસમાં દારૂ-બીયરનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી દરોડો પાડતા આ જગ્યાએથી રૂપિયા 85800/- ની કિમતનો દારૂ-બીયરનો જથ્થો પોલીસના હાથ લાગ્યો હતો. દારૂના આ મુદ્દામાલ અંગે હાલ પોલીસે શોકત ઉસ્માન કચરા(રહે.બાલમુકુન્દ સોસાયટી, નિર્મલા રોડ)ને પકડી પાડી સાહિલ અનવર કચરા(રહે.નહેરુ નગર) સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.
અત્રે એ નોંધનીય છે ગાંધીગ્રામ પોલીસના દરોડામાં પણ સાહિલનું નામ બહાર આવ્યું હતું. ત્યારે ગાંધીગ્રામ પોલીસ મથક ના પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી માં પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા,કનુંભાઈ બસિયા,રાહુલભાઈ વ્યાસ અને દિવ્યરાજસિંહ સહિત ના સ્ટાફે બાતમી મળી કે બુટલેગર સાહિલ કચરા રૈયારોડ નહેરુનગર પોતાના ઘરે આવવાનો હતો જેથી તેને વોચ ગોઠવી દબોચી લઇ આકરી સરભરા કરી કાયદા નું ભાન કરાવ્યું હતું.


Advertisement