રાજકોટ તાલુકાના હડાળા ગામેથી આદિવાસી પરિવાર પખવાડિયાથી ભેદી સંજોગોમાં ગુમ

06 December 2018 06:01 PM
Rajkot
  • રાજકોટ તાલુકાના હડાળા ગામેથી આદિવાસી પરિવાર પખવાડિયાથી ભેદી સંજોગોમાં ગુમ
  • રાજકોટ તાલુકાના હડાળા ગામેથી આદિવાસી પરિવાર પખવાડિયાથી ભેદી સંજોગોમાં ગુમ

કવાંટ તાલુકાના બૈડિયા ગામનું દંપતિ સંતાનો સાથે અહીં ખેતમજૂરી માટે આવ્યુ હતું: પોલીસ કમિશ્ર્નરને રજૂઆત: સ્થાનિક પોલીસ ઉપરાંત સાઈબર ક્રાઈમે તપાસ હાથ ધરી

Advertisement

રાજકોટ તા.6
રાજકોટના હડાળા ગામે ખેતમજૂરી માટે આવેલ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડીયા ગામનો આદિવાસી પરિવાર પખવાડીયાથી ભેદી રીતે લાપત્તા બન્યો છે. આ મામલે આદિવાસી આગેવાનોએ પોલીસ કમિશ્ર્નરને રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા આદિવાસી પરિવારનો પત્તો લગાવવા સ્થાનિક પોલીસ ઉપરાંત સાઈબર સેલની ટીમે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામના રહેવાસી રાઠવા પારસિંગભાઈ નંદુભાઈના પુત્ર શૈલેષભાઈ પારસિંગભાઈ રાઠવા મજુરી અર્થે પરિવાર સહિત રાજકોટ જીલ્લાના અઢાળા ગામે પટેલ સુરેશભાઈ ઓઢવજીના ખેતરે છેલ્લા બે વર્ષથી ભાગીદારીમાં ખેતમજુરી કરતા હતા. અને સુરેશભાઈ પટેલ ખેતરમાં આવેલી ઓરડીમાં રહેતા હતા. ત્યાંથી ગત તારીખ 24/11/2018 શનિવારના રોજ રાત્રીના સમયે આખો પરીવાર રાઠવા શૈલેષભાઈ પારસિંગભાઈ ઉ.21, સંગીતાબેન શૈલેષભાઈ રાઠવા ઉ.21 (પત્નિ) યુવરાજ શૈલેષભાઈ ઉ.3 (પુત્ર) ચંદ્રીકા શૈલેષભાઈ ઉ.9 માસ (પુત્રી) આ ચારેય માણસો ગુમ થયેલ છે. સવારે ખેતર માલિક સુરેશભાઈ પટેલ આવતા આ આખા મજુર પરીવાર જોવા ના મળતા બીજા ખેતરમાં રહેતા શૈલેષભાઈના સબંધીઓને જાણ કર હતી. તેમણે શૈલેષભાઈના પિતા પારસિંગભાઈને ફોન કરી આ ઘટનાની જાણ કરી તારીખ 26/11/2018ના રોજ શૈલેષભાઈના પિતા પારસિંઘભાઈ રાઠવા રાજકોટ જિલ્લાના અઢાળા ગામે જઈ ખેતરમાં જઈ તપાસ કરતા તથા ખેતર માલિક તથા સગા સબંધીઓને પૂછપરછ કરતા કોઈ પત્તો ના મળતા તેમણે રાજકોટમાં આવેલ કુવાડવા પોલીસ સ્ટેશન ગ્રામ્યમાં ગુમ થયા અંગેની ફરીયાદ દાખલ કરી હતી.
દરમિયાન આજરોજ આ મામલે આદિવાસી આગેવાનો દ્વારા પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલને આવેદન આપી લાપત્તા આદિવાસી પરિવારને શોધી કાઢવા રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા લાપત્તા પરીવારની ભાળ મેળવવા સ્થાનિક ઉપરંત સાઈબર સેલની ટીમને પણ કામે લગાડવામાં આવી છે.


Advertisement