હોટલો-હોસ્ટેલમાં ફરજિયાત અોગેૅનિક વેસ્ટના પ્લાન્ટ કોપોૅ.ના હોલમાં જ નથી!

06 December 2018 05:59 PM
Rajkot
  • હોટલો-હોસ્ટેલમાં ફરજિયાત અોગેૅનિક વેસ્ટના પ્લાન્ટ કોપોૅ.ના હોલમાં જ નથી!
  • હોટલો-હોસ્ટેલમાં ફરજિયાત અોગેૅનિક વેસ્ટના પ્લાન્ટ કોપોૅ.ના હોલમાં જ નથી!

પ૦ જેટલા ધંધાથીૅઅો-સંસ્થાઅોને કરારબઘ્ધ કયાૅ પણ કોમ્યુનિટી હોલમાંથી ટીપર વાનમાં જ અેઠવાડનો નિકાલ : સંસ્થાઅોઅે સુવિધા વસાવી દેવા માંગ મુકી

Advertisement

રાજકોટ, તા. ૬ રાજકોટ મહાપાલિકા દ્વારા સુકા અને લીલા કચરાના વગીૅકરણના ભાગરૂપે સઘન અને સફળ અભિયાન ચલાવવામાં અાવ્યું છે. ખાણીપીણીની હોટલો, રેસ્ટોરન્ટ, છાત્રાલયો સહિતની જગ્યાઅે લીલો કચરો ત્યાં જ પ્રોસેસ થાય તેવી વ્યવસ્થા માટેના કરાર કયાૅ છે અને હોટલોનો અોગેૅનિક કચરો મનપા નહી સ્વીકારે તેવી જાહેરાત કરી દેવામાં અાવી છે ત્યારે ખુદ મનપા તંત્રમાં અા વ્યવસ્થાનો મોટો અભાવ સામે દેખાઈ રહયો છે. મહાનગરમાં લોકોની સુવિધા માટે મ્યુનિ. કોપોૅરેશને ર૧ કોમ્યુનિટી હોલ બનાવ્યા છે. હજુ નવા ભળેલા વિસ્તારો અને હયાત ઘણા વિસ્તારમાં પણ અાવા કોમ્યુનીટી હોલની જરૂર છે અાથી નવા કામ ચાલી રહયા છે. સસ્તા ભાડાવાળા મનપાના કોમ્યુનિટી હોલનો લગ્નગાળામાં ખુબ ઉપયોગ થાય છે. લગ્ન સિવાયની સીઝનમાં પણ ધામિૅક જેવા પ્રસંગો માટે અા હોલ ઉપયોગી છે. પ્રસંગો સાથે સ્વભાવિક રીતે જ રસોડા ધમધમતા હોય છે. વષોૅ અગાઉ મહાપાલિકાઅે પોતાની હસ્તકના કોમ્યુનિટી હોલમાં ક્રશર મશીન મુકવા નિણૅય કયોૅ હતો. અા કારણે હોલમાંથી નીકળતો અેઠવાડનો અોગેૅનિક કચરો પ્લાન્ટ સુધી મોકલવો ન પડે અને જગ્યામાં જ પ્રોસેસ થઈ જાય તો ઘણી સરળતા થાય તેવો તંત્રનો સ્વચ્છ હેતુ હતો. પરંતુ અા યોજના કાગળમાંથી બહાર અાવી જ ન હતી. હવે નવા સ્વચ્છતાના પ્રયાસો વચ્ચે અા બાબત જરૂર લાગી છે. ખુદ કમિશ્નરે હોટલ રેસ્ટોરન્ટ, છાત્રાલયો, શાળારુકોલેજના સંચાલકો સાથે મીટીંગ કરીને જગ્યામાં જ પ્રોસેસ મશીન વસાવવા સંમત કયાૅ છે. પ૦ જેટલા પ્રતિનિધિઅોઅે અોગેૅનિક વેસ્ટમાંથી ખાતર તૈયાર કરવાના મશીન મુકી દેવા સંમતિ પણ અાપી દીધી છે. બીજી તરફ મહાપાલિકાના કોઈ કોમ્યુનિટી હોલમાં હજુ સુધી વેસ્ટ પ્રોસેસ મશીન મુકવામાં અાવ્યા નથી. નવા નિયમથી વિપરીત પ્રસંગો અને જમણવારનો અેઠવાડ જેવો કચરો હજુ ટીપર વાનમાં જ ઠલવવામાં અાવે છે. હોટલોને તો મનપાઅે કડક તાકીદ કરી દીધી છે. પરંતુ પોતાના હસ્તકના લગ્ન હોલમાં હજુ અા સુવિધા પણ વસાવી નથી. ર૧ પૈકી ૭ હોલ મનપા હસ્તક છે, બાકીના સંસ્થાને સોંપાયેલા હોલ બદલ મહિને રૂા. ૧૦ હજારની ગ્રાન્ટ અાપવામાં અાવે છે પરંતુ તે ખચૅ જાળવણીમાં ચાલ્યો જાય છે. અાથી અાવા મશીન કોપોૅરેશન વસાવી દે તો જાળવણી કરવા ટ્રસ્ટો તૈયાર છે અને અા અંગે તુરંતમાં કમિશ્નરને રજુઅાત કરવાના છે. લગ્ન હોલની અન્ય ખુટતી સુવિધા અંગે વોડૅ નં.૧૩ના જાગૃત કોંગી કોપોૅરેટર જાગૃતિબેન ડાંગરે કમિશ્નરને રજુઅાત કરી હતી. અહીં ફાયર સેફટીના સાધનો વગર જોખમ રહેતું હોવા અંગે ઘ્યાન દોયુૅ હતું. હવે તેઅો શહેરમાં ધંધાથીૅઅો, છાત્રાલયો સહિતના વ્યવસાયિકો માટે ફરજિયાત કરાયેલા વેસ્ટ પ્રોસેસ મશીન મનપાના કોમ્યુનિટી હોલમાં હોવાની શરૂઅાત કરવા અને સૌને પ્રેરણા અાપવા પણ રજુઅાત કરવાના છે.


Advertisement