સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સ્નાતક કક્ષાના વધુ બે 'બેચરલ અોફ ડીઝાઈન' અને 'પ્રોડકટ સાયન્સ'ના કોષૅ શરૂ કરાશે

06 December 2018 05:55 PM
Rajkot Gujarat
  • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સ્નાતક કક્ષાના વધુ બે 'બેચરલ અોફ ડીઝાઈન' અને 'પ્રોડકટ સાયન્સ'ના કોષૅ શરૂ કરાશે

સ્ટેટ કોન્ફરન્સ, સાયન્સ ફેર અને કવીઝ કોમ્પીટીશનનું પણ અાયોજન ઘડી કઢાશે : સોમવારે સાયન્સ ફેકલ્ટીની બેઠક

Advertisement

રાજકોટ, તા. ૬ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બેચરલ અોફ ડીઝાઈન અને પ્રોડકટ સાયન્સ નામના સ્નાતક કક્ષાના બે નવા કોષૅ શરૂ કરવામાં અાવનાર છે. અા અંગે સૌરાષ્ટ્ર યુનિ.ની સાયન્સ ફેકલ્ટીની બેઠક સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઈ રૂપાણી તથા અધરધેન ડીન ડો. ગીરીશભાઈ ભીમાણીના અઘ્યક્ષ સ્થાને અાયોજિત કરવામાં અાવી છે. જેમાં ઉપરોકત બંને નવા કોષૅને મંજુરીની મહોર મારી દેવામાં અાવનાર છે. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બેચરલ અોફ ડીઝાઈન અને પ્રોડકટ સાયન્સ નામના અા બંને કોષૅ શરૂ થતા વિધાથીૅઅોની સુવિધામાં વધારો થશે. અા ઉપરાંત સાયન્સ ફેકલ્ટીની અા બેઠકમાં અાગામી ઉનાળુ વેકેશનમાં સ્ટેટ કોન્ફરન્સ યોજવા અંગેનંુ અાયોજન ઘડી કાઢવામાં અાવશે. તેની સાથોસાથ ઉનાળુ વેકેશનમાં કવીઝ કોમ્પીટીશન અને સાયન્સ ફેરનું અાયોજન પણ કરવામાં અાવશે.


Advertisement