વર્માને રજા પર ઉતારતા પહેલા પસંદગી સમીતી સાથે પરામર્શ કેમ ન કરાયો: સુપ્રીમનો સવાલ

06 December 2018 05:42 PM
India
  • વર્માને રજા પર ઉતારતા પહેલા પસંદગી સમીતી સાથે પરામર્શ કેમ ન કરાયો: સુપ્રીમનો સવાલ

તપાસનીસ સંસ્થાના વડાને રજા પર ઉતારી દેવાયા મામલે સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસે સુનાવણી:વર્મા નિવૃત થવા આડે થોડા મહીના બાકી છે, વાટ કેમ ન જોઈ?:અસાધારણ સ્થિતિમાં અસાધારણ ઉપચારની જરૂર હતી: સોલીસીટર જનરલ

Advertisement

નવી દિલ્હી તા.6
સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ કાનુની જંગ આજે બીજા દિવસે પણ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. સુનાવણી દરમિયાન સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીવીસી વતી રજુઆત કરતાં જણાવ્યું હતું કે અસાધારણ સ્થિતિ ઉભી થઈ છે અને અસાધારણ સ્થિતિ માટે અસાધારણ ઉપચારની જરૂર છે. એવી હાલત ઉભી થઈ હતી કે ગંભીર કેસોની તપાસ કરવાના બદલે બે વરિષ્ઠ અધિકારીઓ એકબીજા સામે કેસ લડી રહ્યા હતા અને તપાસ કરી રહ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ તુષાર મહેતાને પૂછયું હતું કે 23 ઓકટોબરની રાતે સીબીઆઈના વડા આલોક વર્માની તમામ સતા છીનવી લેવાનો રાતોરાત નિર્ણય લેવા કોણે પ્રેરીત કર્યો હતો.
આલોક વર્મા જયારે કેટલાક મહિના પછી નિવૃત થઈ રહ્યા છે ત્યારે સરકારે થોડા મહીના બાદ કેમ ન જોઈ અને પસંદગી સમીતી સાથે પરામર્શ કેમ ન કર્યો?
સુનાવણી દરમિયાન મહેતાએ રજુઆત કરી હતી કે અગાઉ પણ ચીફ વીજીલન્સ કમિશ્ર્નર (સીવીસી)એ સીબીઆઈના કિસ્સાઓની ફરિયાદ હલ કરી છે. વર્મા-અસ્થાના કેસમાં લીધેલા પગલા એ દ્રષ્ટીએ નવા નથી.તેમણે જણાવ્યું હતું કે સીવીસીના રિપોર્ટમાં વર્મા વિરુદ્ધ કેટલીક વાતો છે.
આલોક વર્માના વકીલ નરીમાને દલીલો કરતા જણાવ્યું હતું કે સીબીઆઈ ડીરેકટરના ડીએસપીઈ એકટની જોગવાઈઓ પ્રમાણે બદલી અથવા પદચ્યુત કરવાની કાર્યવાહી 2 વર્ષ પહેલાં કરી શકાય નહી. એ જોતાં વડાપ્રધાનવાળી પેનલ સમક્ષ સીવીસીએ આ વાત કેમ ન મૂકી?
એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર વતી જણાવ્યું હતું કે સીબીઆઈ ડીરેકટર આલોક વર્માની બદલી કરવામાં આવી નથી.બન્ને અધિકારીઓને તેમના અખત્યારથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમની દલીલ મુજબ એપોઈન્ટમેન્ટની સતા સરકાર છે, અને તેમને સસ્પેન્ડ અથવા હટાવવાનો અધિકાર પણ સરકાર પાસે છે.
રાકેશ અસ્થાના વતી દલીલ કરતા મુકુલ રોહતગીએ જણાવ્યું છે કે સીવીસી રિપોર્ટમાં નકારાત્મક કોમેન્ટ અથવા તારણોરજુ કરાયા હોય તો સરકારે એ તારણોને તાર્કીક અંત તરફ લઈ જવા જોઈએ. સીવીસી એકટમાં 4(2) ન હોય તો પણ સરકારને સહપેન્શનનો અધિકાર છે.


Advertisement