ભાજપના તેજાબી દલિત સાંસદ સાવિત્રીબાઈ ફુલેનું પક્ષમાંથી રાજીનામું

06 December 2018 05:40 PM
India
  • ભાજપના તેજાબી દલિત સાંસદ સાવિત્રીબાઈ ફુલેનું પક્ષમાંથી રાજીનામું

હનુમાન તો મનુવાદી-રામના ગુલામ હતા

Advertisement

લખનઉ તા.6
આરક્ષણ અને અન્ય મુદે નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપની તેજાબી ટીકા કરી રહેલા ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે.
તેમણે તાજેતરમાં ભગવાન હનુમાનને મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથે દલિત ગણાવ્યા પછી એવી ટીકા કરી હતી કે બજરંગબલી મનુવાદી ભગવાન રામના ગુલામ હતા.
એટ્રોસીટી કાયદા બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સરકારે લીધેલા વલણથી ફુલે નારાજ હતા અને અવારનવાર તેમણે નારાજગીને વાચા આપી હતી.
ઉલ્લેખનીય છે કે બીજા દલિત સાંસદ ઉદીતરાજ પણ કેન્દ્ર સરકારની નીતિથી નારાજ છે. તાજેતરમાં જ તેમણે દિલ્હીમાં કૂચ યોજી જણાવ્યું હતું કે 80-90% આરક્ષણ તો છીનવાઈ ગયું છે.


Advertisement