રસ્તાઓ પર ખાડાના કારણે 14,926 મોત: આતંકીઓ દ્વારા કરાયેલી હત્યાથી વધુ: સુપ્રીમ

06 December 2018 05:37 PM
India
  • રસ્તાઓ પર ખાડાના કારણે 14,926 મોત: આતંકીઓ દ્વારા કરાયેલી હત્યાથી વધુ: સુપ્રીમ

અધિકારીઓ દેખરેખ રાખતા નથી: ટકોર

Advertisement

નવી દિલ્હી તા.6
રસ્તાઓ પર ખાડાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં 14,926 લોકોના મૃત્યુ થવા બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
ન્યાયમૂર્તિ બી.લોકુર, ન્યાયમૂર્તિ, દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બેંચે જણાવ્યું હતું કે સડકો પરના ખાડાના કારણે આટલી મોટી સંખ્યામાં મોત અસ્વીકાર્ય છે અને સંભવત: આ સંખ્યા સરહદે અથવા આતંકવાદીઓ દ્વારા કરાયેલી હત્યાથી ઘણી વધુ છે.
બેંચે જણાવ્યું હતું કે 2013 અને 2017 વચ્ચે રસ્તાઓ પરના ખાડાથી થતા મૃત્યુનો આંકડો દર્શાવે છે કે અધિકારીઓ રસ્તા પર દેખરેખ રાખી રહ્યા નથી.અદાલતે પુર્વ ન્યાયાધીશ કે.એલ.રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નીમાયેલી કડક સુરક્ષા સમીતી દ્વારા રજુ કરવામાં આવેલા રિપોર્ટ સામે કેન્દ્રનો જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં થશે.


Advertisement