વિશ્ર્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા 10 શહેરોમાં રાજકોટ

06 December 2018 05:35 PM
Rajkot
  • વિશ્ર્વમાં સૌથી ઝડપી વિકાસ પામતા 10 શહેરોમાં રાજકોટ

આગામી બે દશકામાં ભારતના 10 શહેરોનો દબદબો હશે :અનેરુ સાતમું સ્થાન: ટોપ-10 માં તમામ ભારતના જ: સુરત નંબર-વન: યુરોપ- ઉતર અમેરિકા કરતા એશિયન શહેરોના વિકાસ ઝડપી હશે

Advertisement

રાજકોટ: ગુજરાતનું ડાયમંડ સીટી મુક્ત ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં નંબર વન બન્યું છે. વાસ્તવમાં વિશ્ર્વમાં સૌથી વધુ ગણાતા ટોચના 10 શહેરોમાં તમામ ભારતના જ છે અને આ યાદીમાં રાજકોટનો નંબર 7મો ક્રમે છે.
ઓકસફર્ડ ઈકોનોમીના જણાવ્યા મુજબ વિશ્ર્વમાં હવે ઝડપી વિકાસમાં ભારતનું પ્રભુત્વ બની ગયું છે અને આગામી બે દશકામાં ભારતનો દબદબો હશે. ગ્લોબલ સીટી રીસર્ચ ઓકસફર્ડના વડા રીચાર્ડ હોલ્ટે આ રીપોર્ટ તૈયાર કર્યો છે જેમાં વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતા ટોચના 10 શહેરો ભારતનાં જ છે. જો કે વિશ્ર્વના મોટા મેટ્રો સીટીની સરખામણીમાં આ શહેરનું આર્થિક આઉટપુટ નાનું રહેશે પણ એશિયાના નાના શહેરોનું ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટસ ઉતર અમેરિકા અને યુરોપીયન શહેરી ક્ષેત્રો કરતા વધુ હશે અને 2027 થી 2035 સુધીમાં તે 17% વધુ હશે. જેમાં સૌથી વધુ યોગદાન ચાઈનાનું હશે. ન્યુયોર્ક, ટોકીયો લોસ એન્જીલીસ લંડન તેનું સ્થાન જાળવી રાખશે. જયારે બીજીંગ અને શાંધાઈએ પેરીસ શિકાગોને ઓવરટેક કરી જશે.
ભારતના જે ટોચના સૌથી ઝડપથી વિકાસ આપતા શહેર છે. જેમાં સુરત 9.13%, આગ્રા 8.58%, બેંગ્લુરુ 8.5%, હૈદરાબાદ 8.47%, નાગપુર 8.41% તિરૂપુર 8.36%, રાજકોટ 8.33%, તિરુચિરાપલ્લી 8.29%, ચેન્નઈ 8.17 વિજયવાડા 8.16% ના દરેક વિક્રમ સાધી રહ્યા છે. આમ ભારતમાં સૌથી વધુ ઝડપી વિકાસ આપતા શહેરોમાંજ નહી દુનિયામાં રાજકોટ સ્થાન મેળવ્યું છે.


Advertisement