પાકીસ્તાનના યાસીરે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

06 December 2018 05:25 PM
Sports
  • પાકીસ્તાનના યાસીરે ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 200 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

82 વર્ષ પુર્વેનો ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનો રેકોર્ડ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં તોડયો

Advertisement

દુબઈ તા.6
પાકીસ્તાનમાં યાસીર શાહ ટેસ્ટમેચમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ક્રિકેટર બની ગયો છે અને તેણે આ રીતે 82 વર્ષ જુનો રેકોર્ડ તોડયો છે. ન્યુઝીલેન્ડ સામેના અબુ ધાબીમાં રમાઈ રહેલ ફાઈનલ ટેસ્ટમાં યાસીરે ફકત 33માં ટેસ્ટ મેચમાં તેની 200મી વિકેટ લીધી હતી. જે અત્યાર સુધીમાં સૌથી ઝડપી છે. 82 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયાના કેરીસ ગ્રીમેટ્ટ એ 36 ટેસ્ટમેચમાં 200 વિકેટનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ પાકીસ્તાનના આ સ્પીનરે 33 ટેસ્ટ મેચમાં રેકોર્ડ બનાવ્યો છે. યાસીર હાલ જબરદસ્ત ફોર્મમાં છે અને તેણે ન્યુઝીલેન્ડની ટીમની સામે આ શ્રેણીમાં 27 વિકેટ ઝડપી લીધી છે અને તેણે પાકીસ્તાનના અબ્દુલ કાદીરનો 1987-88નો ઈંગ્લેન્ડ સામેની શ્રેણીનો 30 વિકેટનો રેકોર્ડ પણ તોડયો છે. ઈન્જરીમાંથી બહાર આવ્યા બાદ યાસીર વધુ ઘાતક બન્યો છે તેણે ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટની શ્રેણીમાં પણ આઠ વિકેટ ઝડપી હતી. તે અગાઉ 100 વિકેટ લેવામાં 17 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી અને તેણે 50 વિકેટ ફકત 9 મેચમાં લઈને નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.


Advertisement