મારા બાકી નાણા લઈ લ્યો પણ મને ચોર ન કહો: માલ્યા

06 December 2018 05:18 PM
India
  • મારા બાકી નાણા લઈ લ્યો પણ મને ચોર ન કહો: માલ્યા

Advertisement

ભારતમાં બેંકોના અંદાજે રૂા.9000 કરોડ બાકી રાખીને લંડન નાસી ગયેલા પુર્વ લીકર કીંગ વિજય માલ્યા પરનો કાનુની સકંજો મજબૂત બની રહ્યો છે અને થોડા જ સમયમાં તેઓને ભારત પરત મોકલાય તેવી પણ શકયતા છે અને તેથી માલ્યા હવે પોતે બેંકના 100 ટકા રકમ પરત આપવા તૈયાર હોવાનું જણાવે છે. આ અંગે ગઈકાલે ટવીટ કર્યુ હતું અને આજે વધુ એક ટવીટ કરીને એવું કહ્યું કે હું પૈસા ભરી દેવા તૈયાર છું. બેંકોએ તે ઓફર સ્વીકારી લેવી જોઈએ પણ મને ચોર કહેવાઈ રહ્યો છે તે બંધ થવું જોઈએ. તેણે શા માટે કીંગફીશર એરલાઈન્સ બંધ થઈ તે અંગે પણ ખુલાસો કરવા પ્રયત્ન કર્યો હતો.


Advertisement