ખરાબ સેવા માટે એરલાઈન પર મોટો દંડ ફટકારાશે

06 December 2018 05:15 PM
India
  • ખરાબ સેવા માટે એરલાઈન પર મોટો દંડ ફટકારાશે

Advertisement

દેશના વિમાની મથકો તથા એરલાઈનમાં જે રીતે મુસાફરોને વિવિધ પ્રકારની સેવામાં કડવા અનુભવ થઈ રહ્યા છે તે જોતા સરકારે હવે આ સેવા માટેના માપદંડ નિશ્ર્ચિત કરીને તેમાં ભંગ કરનાર એરલાઈન કે એરપોર્ટ પરના સર્વિસ એજન્ટ પર ભારે દંડ લાદવાની તૈયારી કરી છે અને તેમાં મુસાફરો ઓનલાઈન ફરિયાદ કરી શકે તેવી પણ સગવડતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરાબ સેવાના પુરાવા પણ ઓનલાઈન અપલોડ કરી શકશે અને તેના પર મર્યાદીત સમયમાં પગલા લેવાશે અને શકય હશે તો મુસાફરને તે સેવા વધુ સારી મળે તે તત્કાલ આદેશ અપાશે. સરકારે હવે આ પ્રકારના પ્રથમ ભંગમાં રૂા.5 લાખ અને ત્યારબાદ દરેક સમયે તેનાથી બમણો દંડ કરવા નિર્ણય લીધો છે.


Advertisement