અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હવે જાપાનીઝ ટીમ ખેડુતોને સમજાવશે

06 December 2018 05:12 PM
Gujarat
  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન હવે જાપાનીઝ ટીમ ખેડુતોને સમજાવશે

Advertisement

અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલટ ટ્રેનનો પ્રોજેકટ ફકત ને ફકત ખેડુતો દ્વારા જમીન નહી સોંપવાના મુદે વિલંબમાં મુકાયો છે અને સરકાર દ્વારા વળતર વધારા સહીતના તમામ પ્રયાસો થયા છે. પરંતુ હજુ મોટાભાગના ખેડુતો માનતા નથી અને તેઓએ હાઈકોર્ટ સુધી લડત આપી છે. પણ હવે આ પ્રોજેકટ સાથે જોડાયેલા જાપાન ઈન્ટરનેશનલ ઓપરેશન એજન્સીના કેટલાક પ્રતિનિધિઓ ભારત આવી રહ્યા છે અને તેઓ ખેડુતોની ચિંતા સાંભળશે અને તેઓને પણ પ્રોજેકટમાં સહકાર આપવા વિનંતી કરશે.


Advertisement