પાકીસ્તાને 220 હિન્દુઓને મંદિર મુલાકાત માટે વિઝા આપ્યા

06 December 2018 05:10 PM
India
  • પાકીસ્તાને 220 હિન્દુઓને મંદિર મુલાકાત માટે વિઝા આપ્યા

Advertisement

તા.5થી16 દરમ્યાન પાકીસ્તાનના સુકુર સ્થિત શિવ અવતારી સદગુરુ સંત શ્રદ્ધારામ સાહેબની 310મી જન્મજયંતિ નિમિતે અહી દર્શનાર્થે આવવા માંગતા 220 હિન્દુ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. હાલમાં જ કરતારપુર કોરીડોર ખોલવા અંગે બંને દેશ તરફથી શિલાન્યાસ થયા બાદ આ એક વધુ ધાર્મિક પગલુ છે. અહી શીખ અને હિન્દુ બંને પ્રકારના શ્રદ્ધાળુઓ આવે છે. સુકુર ખાતેનું આ મંદિર 300 વર્ષ જૂનું છે અને શિવઅવતારી સદગુરુ સંતનો જન્મ લાહોરમાં થયો હતો અને બાદમાં તેઓ માટે આ તીર્થ સ્થાન જાણીતુ બન્યુ હતું.


Advertisement