પ્રસુતા માટે મેડીકલેમ લાઈવ બર્થ સિવાયની સ્થિતિમાં પણ મળી શકે

06 December 2018 05:07 PM
India
  • પ્રસુતા માટે મેડીકલેમ લાઈવ બર્થ સિવાયની સ્થિતિમાં પણ મળી શકે

Advertisement

બેંગ્લુર તા.6
બેંગ્લોરની એક ગ્રાહક અદાલતે ચુકાદો આપ્યો છે કે કોઈપણ મહિલાનો પ્રસૂતિ સહિતનો મેડીકલેમ હોય અને જો તેને મૃત બાળક અવતરે કે એબોશન કરવું પડે તો પણ તે મેડીકલેમના હકક મેળવી શકે છે. એક ખાનગી વીમા કંપનીએ એવો દાવો કર્યો હતો કે ફકત લાઈવ બર્થમાં જ મેડીકલેમમાં મેટરનીટી બેનીફીટ મળે છે પરંતુ ગ્રાહક અદાલતે તે તર્ક ફગાવી દીધો હતો અને પાંચ વર્ષની લડાઈના અંતે આ મહિલાને મેડીકલેમ હેઠળની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો. વિપ્રોના એક કર્મચારી 23 સપ્તાહના ગર્ભ બાદ ચેકઅપ માટે ગયા ત્યારે તેનું એવું નિદાન થયું કે તે હાઈપર ટેન્શનના કારણે કોમામાં સરી પડે તેવી શકયતા છે અને તેની હાલત ખરાબ બનતા ડોકટરે ગર્ભપાતની સલાહ આપી હતી જેના કારણે મહિલાનું જીવન બચાવી શકાય. બાદમાં આ મહિલાએ તેના મેડીકલેમ હેઠળ રૂા.1.50 લાખના ખર્ચની માંગણી કરી હતી. પરંતુ મેડી આસીસ ઈન્ડીયા નામની કંપનીએ તે દાવો ફગાવ્યો હતો અને ફકત રૂા.24313નું વળતર ચુકવ્યું હતું. જેની સામે તેણે ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કર્યો હતો જયાં તેનો વિજય થયો.


Advertisement