ભારત મોબાઈલ એપ ડેટા ચોરવામાં નંબર વન

06 December 2018 05:04 PM
India
  • ભારત મોબાઈલ એપ ડેટા ચોરવામાં નંબર વન

અંતે આ ડેટા ફેસબુક, ગુગલ સહિતની વૈશ્ર્વિક કંપનીઓને વેચે છે

Advertisement

બેંગ્લોર તા.6
ઓનલાઈન યુઝર્સના પર્સનલ ડેટા એ હવે કોઈપણ રીતે સુરક્ષિત નથી તે નિશ્ર્ચિત બની ગયું છે અને તમામ એપ્લીકેશન આ પ્રકારના ડેટા ચોરી જેમાં હાલમાં જ એવો ઘટ્ટસ્ફોટ થયો છે કે ભારતીય એન્ડ્રોઈડ એપ્લીકેશન ડેટા ચોરવામાં નંબર વન છે અને તે તેના યુઝર્સની 45 ટકા વધુ પરમીશન ગમે તે રીતે મેળવી લે છે અને ફોનધારકના એસએમએસ વાંચે છે. તેના એપ્લીકેશનમાં માઈક્રોફોન હોય છે જે યુઝર્સની વાતચીત પણ રેકોર્ડ કરે છે અને તેના આધારે યુઝર્સનો માર્કેટીંગ ટુલ તરીકે ઉપયોગ કરે છે. 100 જેટલા ભારતીય મોબાઈલ એપ કે જે દરેક લાખો યુઝર્સ ધરાવે છે તે આ પ્રકારની કામગીરી કરે છે અને અંતે તે તેના ડેટા અને માહિતી અમેરિકી કંપનીઓને વેચી નાંખે છે. આ કંપનીઓ એબોવ ધ સકસેસ એટલે કે જોઈ શકાય તેમ અને બિલો ધ સકસેસ એટલે કે ચોરીછુપીથી આ કામગીરી કરે છે જેમાં ફાઈનાન્સીયલ હેલ્થ પોલીટીકલ જેવા સંવેદનશીલ માહિતી મેળવે છે. યુઝર્સના ડ્રાઈવીંગ લાયસન્સ લોકેશન સોશ્યલ મીડીયા કોન્ટેકટ વગેરે પણ મેળવે છે.


Advertisement