ફેસબુકનો મૂળ મંત્ર જંગી નફો કરવાનો અને સ્પર્ધકોને ખતમ કરવાનો છે

06 December 2018 05:03 PM
India
  • ફેસબુકનો મૂળ મંત્ર જંગી નફો કરવાનો અને સ્પર્ધકોને ખતમ કરવાનો છે

બ્રિટનની સંસદ સમક્ષ ફેસબુકના એકઝીકયુટીવ વચ્ચેની વાતચીતના 250 પાનાના ઈમેઈલ ડોકયુમેન્ટ જાહેર થયા: ખુદ ઝુકરબર્ગે કંપનીના સ્પર્ધકના ડેટા ચોરવાની મંજુરી આપી છે અને ફેસબુક પણ ડેટા વેચે છે

Advertisement

ભારત સહીત દુનિયાભરમાં કરોડો યુઝર્સ ધરાવતી માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુકનો છુપો એજન્ડા જાહેર થઈ ગયો હતો. બ્રિટનના એક સાંસદે બુધવારે પુરાવા સહીત જાહેર કર્યુ હતું કે ફેસબુકના અસલી એજન્ડા તોતીંગ નફો કરવાનો અને હરીફોને ખતમ કરવાનો છે. આ કંપની સર્વ લોકોના સારા માટે કામ કરે છે તેવા ઝુકરબર્ગના વિધાનોને તોડી પાડતા બ્રિટીશ સાંસદે લગભગ 250 પાનાના ફેસબુકના આંતરિક ઈમેઈલ જાહેર કર્યા છે જેમાં કંપનીના એકઝીકયુટીવ તેના સ્પર્ધકોને કઈ રીતે ખતમ કરવા યુઝર્સના ડેટા વધુને વધુ મેળવવા અને સાથોસાથ ફેસબુક વૃદ્ધિ પામતી રહે અને કંપનીને તગડો નફો થતો રહે તે અંગે ચર્ચા કરી હતી. 2012 થી2015 વચ્ચે આ ઈમેઈલ થયા હતા. સીકસ ફોર થ્રી નામના એપ ડેવલપરે અગાઉ ફેસબુક સામે મોરચો માંડયો હતો અને ફેસબુકની મોનોપોલી અંગે બ્રિટીશ સંસદ સમક્ષ પણ દસ્તાવેજ રજુ કર્યા હતા. જેમાં ફેસબુકનો ઈરાદો વિશ્ર્વ પર આધીપત્ય હોવાનું માનવામાં આવે છે.
કંપની એન્ડ્રોઈડ યુઝર્સના ડેટા તેની જાણ બહાર મેળવી લે છે. ઉપરાંત માર્ક ઝુકરબર્ગે ખુદે કંપનીના સ્પર્ધકના ડેટા પણ ચોરવાની મંજુરી આપી છે અને આ માટે એક પ્રાઈવેટ એપ્લીકેશન પણ બનાવવામાં આવ્યું છે અને ફેસબુકના એકઝીકયુટીવને વધુને વધુ સોશ્યલ બનવા પણ જણાવાયું છે જેથી તેઓ માહિતીઓ સતત મેળવતા રહે. આ રીપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ફેસબુક એ એરબીએનબી નેટફલીકસ ને તેના યુઝર્સના ડેટા એસએસ કરવાની મંજુરી પણ આપી હતી અને તે બદલામાં જંગી રકમ મેળવી હતી. ઉપરાંત વિશ્ર્વની અનેક કંપનીઓ સાથે કરાર કરીને તેના યુઝર્સના મહત્વના ડેટા પુરા પાડે છે.


Advertisement