જસદણ બેઠકનાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ : 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં

06 December 2018 04:50 PM
Jasdan

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને 7 ફોર્મ પરત ખેંચાયા : ભાજપ-કોંગ્રેસ પક્ષ વચ્ચે ચૂંટણી જંગ : અપક્ષ ઉમેદવારો લડી લેવાના મૂડમાં

Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.6
જસદણ બેઠકની પેટાચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા હવે આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
આજે જસદણ ચૂંટણી અધિકારી સમક્ષ કમળાપુર ગામના પટેલ અપક્ષ ઉમેદવાર જીગ્નેશભાઈ વસંતભાઈ બોઘરા, કોળી અપક્ષ ઉમેદવાર જસદણના સુરેશભાઈ મેરામભાઈ જોગરાજીયા, જસદણના સાધુ સમાજના અપક્ષ ઉમેદવાર મહેશગીરી મહારાજગીરી ગોસ્વામીએ,આધિયાના પંકજભાઈ દિલીપભાઈ મંડીર અપક્ષ, મનસુખભાઇ જેઠાભાઇ ખેતરિયા અપક્ષ, કોળી રસિકભાઈ સોમાભાઈ રોજસરા અપક્ષ, હડમતીયાના વાલજીભાઈ મેગજીભાઇ ઝાપડીયા અપક્ષે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી
જસદણ બેઠક માટે કોંગ્રેસના અવસરભાઈ કાનજીભાઈ નાકિયા, ભાજપના કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, જસદણના મુકેશભાઈ મોહનભાઈ ભેંસજાળીયા અપક્ષ, ગુજરાત જનચેતના પાર્ટી, જસદણના ભરતભાઈ જેસાભાઇ માનકોલીયા અપક્ષ, જસદણના નાથાલાલ પૂંજાભાઈ ચિત્રોડા અપક્ષ, ભાવનગરના ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, આણંદના દિનેશભાઇ શનાંભાઈ પટેલ નવીન ભારત નિર્માણ મંચ, અને ગાંધીનગર ના નિરૂપાબેન નટવરલાલ માધુ અપક્ષ એમ કુલ આઠ ઉમેદવારો ચુંટણી જંગમાં છે.


Advertisement