આસારામ વિરૂઘ્ધ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં વળાંક

06 December 2018 04:48 PM
Ahmedabad Gujarat

સાક્ષીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ : તપાસનીશ અને પક્ષકારોને હાઇકોર્ટની નોટીસ : 11મીએ સુનાવણી

Advertisement

અમદાવાદ તા.6
આસારામ વિરૂઘ્ધ ચાલી રહેલા દુષ્કર્મ કેસની ટ્રાયલમાં આજે નવો વળાંક આવ્યો છે. હાઇકોર્ટમાં સાક્ષીઓના નિવેદન અંગે હાઇકોર્ટમાં અરજી થતા હાઇકોર્ટે નોટીસ કાઢી 11મીએ સુનાવણી રાખી છે. ચકચારી આસારામ દુષ્કર્મ કેસમાં વિડીયોગ્રાફી અને સ્ટેટમેન્ટના નિવેદનોમાં વિરોધભાસ હોવાથી ટ્રાયલ કોર્ટમાં અરજી થતા ટ્રાયલ કોર્ટે અરજી ફગાવી દેતા હાઇકોર્ટમાં અરજી થતા હાઇકોર્ટે સાક્ષીઓનાં નિવેદનોનાં વિરોધાભાસમાં તપાસનીશ તથા પક્ષકારોને નોટીસ આપી 11મીએ સુનાવણી જાહેર કરી હતી.


Advertisement