ત્રણ મહિનામાં રેસકોષૅ રીંગ રોડ 'કલાત્મક' બની જશે

06 December 2018 04:46 PM
India
  • ત્રણ મહિનામાં રેસકોષૅ રીંગ રોડ 'કલાત્મક' બની જશે
  • ત્રણ મહિનામાં રેસકોષૅ રીંગ રોડ 'કલાત્મક' બની જશે
  • ત્રણ મહિનામાં રેસકોષૅ રીંગ રોડ 'કલાત્મક' બની જશે
  • ત્રણ મહિનામાં રેસકોષૅ રીંગ રોડ 'કલાત્મક' બની જશે

ડીવાઈડરનું કામ ગતિમાં-સ્કલ્પ્ચરથી અપાશે સંદેશો : જુના કુંડાનો સંકુલ અંદર કરાયો હરિયાળો ઉપયોગ

Advertisement

રાજકોટ, તા. ૬ રાજકોટની પ્રજાના ìદયમાં અને શહેરની કેન્દ્રમાં રહેલા રેસકોષૅ રીંગ રોડ બ્યુટીફીકેશન અંતગૅત સેન્ટ્રલ ડિવાઈડર બદલવાનું કામ બીઅોટીના ધોરણે કોઈ ખચૅ વગર અેજન્સીને અાપવામાં અાવ્યું છે. અે પૈકી અધાૅ જેટલા ભાગનું કામ રીનોવેટ થઈ ગયું છે અને સાથે વષોૅથી રોડની મઘ્યમાં રહેલા જુના કુંડા ક્રેઈનથી ઉપાડીને રેસકોષૅ અંદરના જુદા જુદા ભાગમાં મુકીને હરીયાળી પણ વધારવામાં અાવી રહી છે. રીંગ રોડ ફરતેના ૩ કિ.મી.ના વિસ્તારમાં સેન્ટ્રલ ડિવાઈડર રહેલા છે. વષોૅ પહેલા ખાનગી પાટીૅની જનભાગીદારીથી ડિવાઈડરમાં વિશાળ કુંડા મુકી પ્લાન્ટેશન કરવામાં અાવ્યું હતું. હવે અા જુના કુંડા દુર કરાઈ રહયા છે. સામાન્ય રીતે જુની વસ્તુ વેસ્ટમાં કે ભંગારમાં મોકલી દેવાતી હોય છે. અા કુંડાનો તો અન્ય કોઈ રીયુઝ પણ ન હતો. પરંતુ કમિશ્નર બંછાનિધિ પાનીઅે ગ્રીનસીટીમાં જેટલી વધુ હરીયાળી પથરાઈ તેવા પ્રયાસોના ભાગરૂપે અા કુંડા સંકુલ અંદર શીફટ કરાવ્યા છે. અેથ્લેટીક ગ્રાઉન્ડવાળા રોડ પર અા કુંડા લાઈનબંધ મુકાતા અંદર પ્લાન્ટનું જતન પણ થઈ રહયું છે. વધુમાં ઈન્કમટેકસ બિલ્ડીંગ રોડ પર નવા કલાત્મક ડિવાઈડર ઉભા થઈ ગયા છે. વીઅાઈપી રોડ અને અેરપોટૅથી અવરજવરના કારણે અા કામ ધીમી ગતિઅે અાગળ વધારવામાં અાવી રહયું છે. પુરા રીંગ રોડ ફરતે ત્રણ મહિનામાં અેટલે કે ફેબ્રુઅારી માસ સુધીમાં ડિઝાઈનવાળા પોલ જેવા ડિવાઈડર ઉભા થઈ જશે. મુંબઈ જેવા શહેરમાં અા પ્રકારના ઉંચા ડિવાઈડર ટ્રાફિક વ્યવસ્થામાં પણ મદદ કરે છે. અા ડિવાઈડર વચ્ચે થોડા થોડા અંતરે ખાસ પ્રકારના સ્કલ્પ્ચર પણ મુકવામાં અાવશે. સામાજિક સંદેશાઅો સાથેની થીમ તેમાં જોડાયેલી હશે. બીઅોટીના ધોરણે ચાલતંુ કામ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે પણ ઘ્યાન રાખવું પડે છે. રેસકોષૅના મેદાન અંદર પણ જગ્યા હોય ત્યાં જુના પ્લાન્ટ મુકીને હરીયાળી વધારવા મહાપાલિકા દ્વારા કામગીરી અાગળ વધારવામાં અાવી છે.


Advertisement