સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા અેજયુકેટ ટુ ગ્રેજયુઅેટ લોન સ્કોલરશીપ વિતરણ કાયૅક્રમ યોજાયો

06 December 2018 03:01 PM
Jamnagar
  • સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા અેજયુકેટ ટુ ગ્રેજયુઅેટ લોન સ્કોલરશીપ વિતરણ કાયૅક્રમ યોજાયો

Advertisement

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા અાથીૅક જરૂરીયાતમંદ, અભ્યાસમાં તેજસ્વી કન્યાઅોને ઉષાબહેન જાની કન્યા વિધોતેજક સ્કોલરશીપ વિતરણનો તેમજ ધોરણરુ૧ર સુધીનો અભ્યાસ કયાૅ બાદ મેડીકલ, ઈજનેરી જેવી વ્યાવસાયિક શાખામાં અભયાસ કરવા માટે અેજયુકેશન ટુ ગ્રેજયુઅેટ વ્યાજમુકત લોન સ્કોલરશીપ વિતરણનો કાયૅક્રમ ધી કો. અોપરેટીવ બેન્ક અોફ રાજકોટ લિમિટેડના ચીફ ડેવલપેમન્ટ અોફિસર કમલભાઈ ધામીના અતિથિવિશેષ પદે તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ, જામનગરના કોપોૅરેટ અફેસૅના અેડવાઈઝર મનોજભાઈ અંતાણીની અઘ્યક્ષતામાં તા.રપ/૧૧/ર૦૧૮, રવિવારના દિવસે યોજવામાં અાવેલ. અાજના અા શિક્ષણ સંવધૅનનાં કાયૅક્રમમાં ર૯૪ બાળાઅોને કન્યા વિધોતેજક સ્કોલરશીપ અન્વયે મહાનુભાવોનાં હસ્તે રૂા. ૧૩,૦૪,૦૦૦/રુના ચેકનું વિતરણ કરવામા અાવેલ છેલ્લા દસ વષૅ દરમિયાન અા યોજના અંતગૅત રપ૯પ બાળાઅોને રૂા. ૧,૩ર,પર,૪૪૦/રુ નું વિતરણ કરવામા અાવેલ છે.


Advertisement