ડ્રાઈવરો માટે વાહનોના ફીઝીકલ ડોકયુમેન્ટ જરૂરી નથી

06 December 2018 02:54 PM
India
  • ડ્રાઈવરો માટે વાહનોના ફીઝીકલ ડોકયુમેન્ટ જરૂરી નથી

હાઈકોર્ટનો ચુકાદો: ઈ ડોકયુમેન્ટ માન્ય રાખવા આદેશ

Advertisement

ચેન્નઈ તા.6
દેશમાં ડ્રાઈવીંગ લાયસન્સને ઈ ડોકયુમેન્ટ તરીકે નિશ્ર્ચિત કર્યા બાદ સરકારે હવે તમામ પ્રકારના વાહનોના તમામ દસ્તાવેજ ઈલેકટ્રોનીક ફોર્મેટમાં કરવા જે નિર્ણય લીધો છે તેને હવે અમલમાં મુકીને દેશભરમાં કોઈપણ ડ્રાઈવર તેના વાહનોના ઈ ડોકયુમેન્ટ દર્શાવી શકશે અને પોલીસ કે અન્ય ઓથોરીટીએ તે માન્ય રાખવામાં રહેશે. મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે અને ડ્રાઈવરે ઓરીજીનલ ડોકયુમેન્ટ સાથે લેવા જરૂરી નહી હોવાનું જણાવ્યું છે. ઓલ ઈન્ડીયા કો ફેડરેશન ઓફ ગુડસ વ્હીકલ ઓનર એસોસીએશન દ્વારા ફીઝીકલ ડોકયુમેન્ટ સાથે રાખવાના પોલીસ આગ્રહને પડકારવામાં આવ્યો હતો અને આ આદેશમાં તામીલનાડુ પોલીસ દ્વારા ડ્રાઈવર જો ફીઝીકલ ડોકયુમેન્ટ સાથે ન રાખે તો તેને દંડ સહીતની જોગવાઈ હતી. પરંતુ હાઈકોર્ટે તે જોગવાઈ રદ કરી છે અને ઈ ડોકયુમેન્ટને માન્ય રાખ્યા છે.


Advertisement