પરિણિતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

06 December 2018 02:48 PM
Jamnagar
Advertisement

જામનગર તા.6: જામનગરમાં પંચેશ્ર્વર ટાવર નજીક વંડાફળીમાં રહેતી એક વિપ્ર પરિણિતા અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. પોલીસે મૃતકનો કબ્જો સંભાળી આપઘાત કરવાનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં યુવાન વયે વધી રહેલા આપઘાતના બનાવોમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. જેની વિગત મુજબ શહેરના પંચેશ્ર્વર ટાવર નજીક વંડાફળીમાં ઓમ નામના મકાનમાં રહેતા નિષ્મા કેવલીયા (ઉ.વ.28) નામની પરિણિતાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલ આ મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. સીટી એ ડીવીઝન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગેનું સચોટ કારણ જાણવા અંગે શહેર ડી.વાય.એસ.પી. પણ મુલાકાત કરી પરિવારજનોના નિવેદન નોંધ્યા હતાં.


Advertisement