જામજોધપુર પંથકમાં જંતુનાશક દવાની વિપરીત અસરથી ખેત મજુરનું મોત

06 December 2018 02:48 PM
Jamnagar
Advertisement

જામનગર તા.6:
જામજોધપુરના પરડવા ગામે ખેત મજુરી કરતા એક મજુર પરિવારના યુવાનનું જંતુનાશક દવાની વિપરીત અસર થતાં મૃત્યું નિપજ્યું છે. દિવસભર દવાનો છંટકાવ કર્યા બાદ રાત્રે સુઇ ગયા બાદ યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો.
જામજોધપુર તાલુકા મથકથી 27 કિ.મી. દુર આવેલ પરડવા ગામે સીમ વિસ્તારમાં છેક મધ્યપ્રદેશથી અહિં મજુરી કામ કરવા આવેલા મહેશભાઇ હરિભાઇ ચૌહાણ (ઉ.વ.25) નામનો યુવાન ગત તા. 4 ના રોજ વાડીમાં વાવેલા ધાણામાં ઝેરી દવા છંટકાવ કરી રાત્રે જમીને સુઇ ગયો હતો. દરમ્યાન સવારે આ યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. દરમ્યાન હોસ્પિટલ ખસેડાયેલા આ યુવાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.


Advertisement