સુત્રાપાડા તાલુકા માર્કેટીંગ યાર્ડમાં આજથી અડદની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

06 December 2018 02:07 PM
Veraval
Advertisement

વેરાવળ તા.6
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી મુકામે આવેલ સુત્રાપાડા તાલુકા માર્કેટિંગ યાર્ડમાં આજે તા.6 ડીસેમ્બરથી અડદની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.11-11-2018 ના સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડનું લોકાર્પણ પાંસલી મુકામે કરવામાં આવેલ ત્યારબાદ તરત જ મગફળીની ખરીદી સુત્રાપાડા તાલુકા માર્કેટીંગ યાર્ડ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેસન કરી કરવામાં આવેલ જે હજુ પણ ચાલુ છે જેમાં સુત્રાપાડા તાલુકા ના 48 ગામોના ખેડૂતોની મગફળીના પાકનું વેચાણ સરકારી નિયમો અનુસાર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ તેની સાથે ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તા.6 ડીસેમ્બર થી અડદના પાકની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવનાર છે અને તા.10-12-2018 ના રોજ થી અડદનું વેચાણ શરૂ કરવામાં આવનાર છે.


Advertisement