જેતપુરના ડેડરવા ગામનો વિજય મુળિયા વરલીનો જુગાર રમતા-રમાડતા પકડાયો

06 December 2018 02:05 PM
Gondal Crime

પેઢલા ગામે નજીવી બાબતે યુવાન પર હુમલો

Advertisement

(દિલીપ તનવાણી) જેતપુર તા.6
જેતપુર તાલુકાના ડેડરવા ગામે જાહેરમાં વરલી ફીચરના આંકડા રમતો અને રમાડતા એક શખ્શને તાલુકા પોલીસે રોકડ 11060/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ડેડરવા ગામે દુધની ડેરી ચલાવતો વિજય બચું મુળિયા નામનો શખ્શ દૂધ ભરતા ભરતા વરલી ફીચરનો જુગાર પણ ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન ગઈકાલે તાલુકા પોલીસેના એમ.ટી. ચુડાસમાએ ડેડરવા ગામે પહોચી તપાસ કરતા વિજય જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી નશીબ આધારિત હારજીતનો જુગાર રમાડતો રોકડ રૂપિયા 11060/- સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ તકે આંકડા લખેલી ડાયરી, બોલપેન વિગેરે કબજે કરી વિજય સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પેઢલા ગામે હુમલો
જેતપુર તાલુકનાં પેઢલા ગામે દલિતવાસ, રામાપીરના મંદિર પાસે રહેતા ઉકાભાઈ મીઠાભાઈ મકવાણાના ઘર પાસે કારાભાઈ ચંદુભાઈ સાવરિયા નામનો શખ્શ ગાળો બોલતો હતો. જેને દીપકભાઈ ઉકાભાઈ મકવાણાએ ટપારતા ઉશ્કેરાયેલા કારાએ દીપકભાઈને કપાળે લાડીનો ટુકડો મારી દઈને ઈજા કરી હતી. આ વાતની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા જમાદાર એમ.ટી.ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.


Advertisement