કેશોદ દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા 20માં સમુહલગ્નોત્સવનું આયોજન : તડામાર તૈયારીઓ

06 December 2018 02:04 PM
Junagadh
Advertisement

ઢાંક તા.6
કેશોદ દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત 20માં સમુહલગ્નોત્સવ તા.9/12ને રવિવારના રોજ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે કેશોદ દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળના યુવા પ્રમુખ સંજયગીરી ગૌસ્વામી તથા તેમની પૂર્ણ ટીમ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
કેશોદ દશનામ ગૌસ્વામી જ્ઞાતિ મંડળ આયોજીત 20માં સમુહલગ્નોત્સવમાં 11 દંપતિ પ્રભુતાના પગલા પાડશે. સમુહલગ્નનાં મુખ્ય આચાર્યથી વિદ્વાત કર્મકાંડી શાસ્ત્રી સુમીતભાઇ ઠાકર રહેશે. લગ્નનું શુભ સ્થળ પેથલજીભાઇ નાથાભાઇ ચાવડા, આહિર સમાજ, કેશોદ, જુનાગઢ રોડ, બાયપાસની બાજુમાં કેશોદ ખાતે રાખેલ છે.
આ સમુહલગ્નનાં સન્માન સમારોહના અઘ્યક્ષ સ્થાને સોરઠના સિંહ અમૃતગીરી સીદીગીરી ગૌસ્વામી, જુનાગઢ સમારોહના ઉપાઘ્યક્ષ ડો.મનીષગીરી કે. ગૌસ્વામી, રાજકોટ, સમારોહ પ્રમુખ હરેશ ભારતી, બાબુ ભારતી ગૌસ્વામી-અમદાવાદ, સમારોહના ઉપપ્રમુખ રમેશ ભારત લક્ષમણભારતી ગૌસ્વામી, મહંત નાગેશ્ર્વર મહાદેવ મંદિર હાજર રહ્યા હતા.


Advertisement