ગીર સોમનાથ જિલ્લાના ત્રણ બુટલેગર પાસામાં ધકેલાયા

06 December 2018 02:03 PM
Junagadh Crime
  • ગીર સોમનાથ જિલ્લાના ત્રણ
બુટલેગર પાસામાં ધકેલાયા

Advertisement

વેરાવળ તા.6
ગીર-સોમનાથ જીલ્લામાંથી અગાઉ દારૂના વિશાળ જથ્થા સાથે પકડાયેલા ત્રણ બુટલેગરોને એલ.સી.બી. દ્વારા પાસા હેઠળ સુરત, ભુજ અને અમદાવાદ જેલમાં મોકલી આપેલ છે.
ગીર-સોમનાથ જીલ્લા પોલીસે ગત તા.21-01-2018 ના વેરાવળ બાયપાસ પાસેથી ટોરસ ટ્રકમાંથી કુલ 387 પેટી બોટલ નંગ 18576 નો વિદેશી દારૂનો મુદામાલ ઝડપી લીઘેલ તેમજ ગત તા.22-08-2018 ના તાલાલા નજીક ભોજદે ગામે સાસણ જતા રસ્તે આવેલ વાડીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 15696 કી.રૂા.7,84,800 નો ઝડપી લીઘેલ ત્યારે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને પાસા તડીપાર જેવા પગલા લેવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. તથા વેરાવળ તેમજ તાલાલા પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગત તા.23-10-2018 ના રોજ પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી (1) ચીરાગ હરસુખભાઇ માળવિયા રહે.તાલાલા તથા (ર) પુના બાબુભાઇ સોલંકી, રહે.વેરાવળ વાળા ને અટકાયત કરી સુરત તથા ભુજ જેલ ખાતે પાસા તળે તેમજ તા.04-12-2018 ના રોજ વિજય નારણભાઇ ચૌહાણ રહે.કોડીનાર વાળા ને સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.


Advertisement