મોરબીમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પ યોજાશે

06 December 2018 02:00 PM
Morbi
Advertisement

(જીગ્નેશ ભટ્ટ)મોરબી તા.6
મોરબીના દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ ટ્રસ્ટ ખાતે આગામી તા.15 ડિસેમ્બરને શનિવારના રોજ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૃત્રિમ હાથ, પગ અને ટ્રાઇસીકલ સહિતના સાધનો આપવામાં આવશે. નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ અને ભચાઉ દ્વારા મોરબીના દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં જર્મન ટેકનોલોજીના કૃત્રિમ હાથ કે જે તમામ રોજિંદી કામગીરી કરી શકે, આધુનિક ટેકનોલોજી વાળા સાધનો અને પગ સહિતના સાધનો દિવ્યાંગોને વિનામૂલ્યે આપવામાં આવશે માટે આગામી તા 15 ના રોજ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી મોરબી ખાતે યોજાનાર આ કેમ્પનો વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેવો આયોજકોએ અનુરોધ કર્યો છે. આ કેમ્પ વિશેની વધુ કોઇપણ માહિતી જોઈતી હોય તો કમલેશભાઈ દફ્તરી (98251 74307) અને ભરતભાઇ સંઘવી (98252 56162)નો સંપર્ક કરવા માટે જણાવ્યું છે.


Advertisement