મોરબી : ટેરીટોરીયલ આર્મીમાં જોડાવા માટે નાસિક ખાતે ભરતી રેલી

06 December 2018 02:00 PM
Morbi
Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.6
ટેરીટોરીયલ આર્મીમાં સૈનિક કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવા માટે 116, Infantry Battalion (Territorial Army) PARA, Devlali ,Nasik ખાતે આગામી તા16/12 થી 22/12 દરમિયાન (તા.16/12/18 રોજ ગુજરાતના ઉમેદવારો માટે છે) સવારના 5.00 કલાકે રીક્રુટમેન્ટ રેલી યોજાનાર છે, આ વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશનની પાર્ટ ટાઈમ જોબમાં જોડાવા સૈનિક જનરલ ડ્યુટી માટે- 45 % સાથે એસએસસી અથવા સમકક્ષ પાસ (33 માર્ક્સ તમામ વિષયોમાં જરુરી, તેમજ વધુ અભ્યાસ હોય તો 45 % જરુરી નથી), સૈનિક ટ્રેડમેન(હેર ડ્રેસર/વોશરમેન) માટે- એસએસસી અથવા સમકક્ષ પાસ(હાઉસ કીપર માટે 8 પાસ) અને ક્લાર્ક (સ્ટાફ ડ્યુટી) માટે 60% સાથે 12 પાસ અને તમામ વિષયોમાં 50 માર્ક્સ જરૂરી તથા અંગ્રેજી/ગણિત-એકાઉન્ટ/બૂક કીપીંગમાં એસએસસી/એચએસસી પાસ અને આ તમામ વિષયોમાં 50% માર્ક્સ(ટાઇપીંગ ક્વોલીફાઇડ)ની લાયકાત ધરાવતા; 18 થી 42 વર્ષની વય મર્યાદા ધરાવતા અને મીનીમમ 160 સે.મી.ની ઉંચાઇ; મીનીમમ 50 કે.જીનું વજન; મીનીમમ 77-82 સે.મી.ની છાતી ( 5 સે.મી ફુલવી જોઇએ) વગેરે શારીરિક ક્ષમતા ધરાવતા પુરૂષ ઉમેદવારો (દિવ્યાંગો સિવાય) હાજર રહી શક્શે.
આ રેલીમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ એસએસસીનું સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ અથવા જન્મનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ, મામલતદાર/આપેલ જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો), છ માસથી જુનુ ન હોય તેવું કેરેક્ટર સર્ટીફિકેટ જેમા સરપંચની કે શાળાના આચાર્યની સહી હોય, મેરીડ/અનમેરીડ પ્રમાણપત્ર, 6 માસથી જુના ન હોય તેવ 20 કલર ફોટોગ્રાફ, એકસ મેનના વારસ્દારોના કેસ માટે રીલેશનશીપ સર્ટી અથવા ડીસ્ચાર્જ બુક, રમત ગમતના પ્રમાણપત્રો (લાગુ પડતું હોય તો), પાનકાર્ડ અને આધારકાર્ડ, સ્વતંત્ર કમાણી વાળો કામ-ધંધો કરતા હોવા બાબતનું એફિડેવિટ વીગેરે તમામ અસલ અને ગેજેટેડ અધિકારી દ્વારા ખરી નકલ થયેલ બે સેટ સાથે સ્વખર્ચે અને સ્વજોખમે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે અને વધુ વિગત માટે નજીકની રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીની યાદિમાં જણાવવામાં આવેલ છે.


Advertisement