ટંકારાના લજાઇ રોડ પર નશો કરેલા ડ્રાઇવરે ટ્રકને પલ્ટી ખવડાવી દીધી

06 December 2018 01:59 PM
Morbi
  • ટંકારાના લજાઇ રોડ પર નશો કરેલા ડ્રાઇવરે ટ્રકને પલ્ટી ખવડાવી દીધી

મોટી દુર્ઘટના ટળી : ડ્રાઇવર અને કલીનરને ઇજા

Advertisement

ટંકારા તા.6
ટંકારાના લજાઈ જડેશ્વર રોડ ઉપર લાકડા ભરેલો ટ્રક પલટી મારી જતા ડ્રાઇવર અને ક્લીનરને ઇજાઓ પહોંચી હતી, જો કે આ અકસ્માતમાં ડ્રાઇવરે દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ લજાઈ જડેશ્વર રોડ પર લાકડા ભરેલ ટ્રક વાંકાનેરથી લજાઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે હડમતિયા પાસે આ ટ્રક નં. જીજે 06 યુયુ 8391 પલ્ટી મારી જતા ગામલોકો ત્યાં દોડી જઈને ડ્રાઈવર અને કલિનરને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢતા જાણવા મળ્યું કે બંને દારુ પીધેલી હાલતમા હતા બંનેને 108 એમ્બ્યુલન્શને ફોન કરી હોસ્પિટલે ખસેડ્યા હતા. ગામ લોકોનુ માનવુ છે કે જો આ ટ્રક ગામથી થોડે દુર પલ્ટી ન મારી હોત તો હડમતિયાના પાદરમાંથી જ આ પસાર થાય છે અને માણસોની પાદરમાં જ અવર જવર હોવાથી મોટો ગોજારા અકસ્માતથી જાનહાની થઈ હોત.
ડ્રાઈવર અને કલિનર બંને દારુ પીધેલ ડમ્મર હાલતમા હોવા છતા આ ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યાનું પણ જાણવા મળ્યું હતું. બંને પીધેલ હાલતમા હોવાથી શુધ્ધબુદ્ધ ગુમાવી બેઠા હોવાથી નામ જાણવા મળ્યા નથી.


Advertisement