મોરબી પોલીસે બે વર્ષથી ફરાર બુટલેગરને દબોચી લીધી

06 December 2018 01:58 PM
Morbi Crime
  • મોરબી પોલીસે બે વર્ષથી ફરાર બુટલેગરને દબોચી લીધી

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.6
મોરબી પંથકમાં દારૂ જુગારની બદીને ડામવા માટેની સુચના દેવામાં આવી છે જેથી પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દારૂના ગુન્હામાં બે વર્ષથી નાસ્તી ફરીત મહિલા બુટલેગરને દબોચી લીધી છે.મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીની સુચના મુજબ પો.સબ.ઇન્સ. એમ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મણીલાલ ગામેતી તથા શેખાભાઈ મોરીને મળેલી બાતમીના આધારે દારૂના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપી શહેનાઝબેન ઉર્ફે પપ્પીબેન અનવરભાઇ કટીયા, ઉવ.47 રહે. મોરબી વજેપર શેરી નં-16 હાલ રહે.ધ્રાંગધ્રા કેમીકલની પાછળ હાઉસીંગ બોર્ડ મકાન નં.35, જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવામાં આવી છે આ કામગીરીમાં પીએસઆઈ એમ.વી.પટેલ તેમજ મણીલાલ ગામેતી, કિશોરભાઇ મીયાત્રા, શેખાભાઈ મોરી, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, શક્તિસિંહ ઝાલા તથા નિર્મળસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


Advertisement