સુરેન્દ્રનગરનાં રાજસીતાપુરનાં પ્રેમીપંખીડાનો બહુચરાજીમાં આત્મહત્યાનો પ્રયાસ : બંને ગંભીર

06 December 2018 01:52 PM
Surendaranagar

ધર્મશાળાની રૂમમાં કેરોસીન છાંટી સળગી જતા સારવારમાં દવાખાને

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.6
રૂમમાં રાખેલા ગાદલા, સોફા બળીને ખાખ:બંનેને મહેસાણા સિવિલમાં ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના પ્રેમી યુગલે મહેસાણાની બહુચરાજી મંદિર હસ્તકની ધર્મશાળામાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ યુવક અને યુવતીને સારવાર માટે મહેસાાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરના અકીલા યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે તેઓ મહેસાણાના બહુચરાજી મંદિર હસ્તકની પોપટવશા ધર્મશાળામાં આવ્યા હતા. જ્યાં તેમણે પ્રેમી પંખીડાએ સાથે જીવન ટૂંકાવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે બંને જણાએ ધર્મશાળાના રૂમ નંબર 108માં પોતાની જાત ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો વધુ મળતી માહિતી પ્રમાણે પ્રેમી પ્રંખીડાઓએ કેસોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં જ ધર્મશાળાના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ દાજેલી હાલતમાં પ્રેમી યુગલને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.જાત જલાવાના પ્રયાસથી રૂમમાં રાખેલા ગાદલા,સોફા બળીને ખાખ થઇ ગયા હતા. બંનેની આત્મહત્યાના પ્રયાસ કરવાનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવશે.


Advertisement