સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં ફકીર સમાજના અગ્રણીઓએ દર્દીઓની મુલાકાત કરી

06 December 2018 01:50 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં ફકીર સમાજના અગ્રણીઓએ દર્દીઓની મુલાકાત કરી

Advertisement

સુરેન્દ્રનગર ખાતે આવેલ સી.યુ.શાહ હોસ્પિટલમાં ફકીર સમાજ ના દર્દી સમીરા બેન તેમજ દર્દી ઈરફાન ગુલઝાર રાણપુર એ બને દર્દીઓની સમાજના અગ્રણી આગેવાનોએ આજરોજ તારીખ 5 12 2018 ના રોજ મુલાકાત લીધી હતી જેમાં આણંદ થી અયુબ બાપુ તથા અબ્દુલ બાપુ તેમજ હિંમતનગર થી ફિષફબ બાપુ તારાપુર થી રફીક બાપુ કિસ્મત ખંભાત થી મુલતાન મોલાના જામનગર થી અકબર બાપુ સુરેન્દ્રનગર થી ઈમ્તિયાઝ બાપુ રાણપુર થી કાળુશા બાપુ સહિત આરીફ દિવાન વિગેરે મુલાકાત કરી હતી તે સમય દરમિયાન ફકીર સમાજ ના દર્દીઓને દુઓ ઓ સાથે નવા જી કરેલ હતા તે સમય દરમિયાન તમામ ફકીર સમાજના અગ્રણીઓ આગેવાનો જુદા જુદા મંતવ્યો રજૂ કરેલ જેમાં ફકીર સમાજના વિકાસ અર્થે ચર્ચા-વિચારણા કર્યા બાદ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં સમાજનો વિકાસ અર્થે ચર્ચા-વિચારણા કરી સમાજની એકતા અને સમાજ મા વાદવિવાદો વગર ફકીર સમાજ એકતાના પ્રતીક કાર્યો હાથ ધરાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.
(તસવીર/અહેવાલ : ફારૂક ચૌહાણ-વઢવાણ)


Advertisement