તમામ કલીનીક પર સીસીટીવી કેમેરા લગાવવાનું જાહેરનામુ જારી કરતા ભાવનગરના અધિક કલેકટર

06 December 2018 01:46 PM
Bhavnagar

સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટવાના કારણે

Advertisement

ભાવનગર તા.6
હાલમાં સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોય, જે ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે પી.સી. એન્ડ પી.એન. ડી.ટી. એકટ અંતર્ગત રજીસ્ટર્ડ કલીનીક ખાતે સીસીટીવી કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઈઝરી કમીટીની મીટીંગમાં થયેલ સુચના અનુસાર ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી ક્ધસેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક મુજબ રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973ની કલમ-144 હેઠળ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત કરાતા જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે. આથી હું ઉમેશ વ્યાસ (જી.એ.એસ) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો ભાવનગર ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 (1974નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-144 હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ આથી હુકમ કરુ છું કે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-ક્ધસેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે. આ હુકમ તા.31/1/2019 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગરએ કરાવવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.


Advertisement