ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર થયેલા વૃઘ્ધ જીવતા થયા!

06 December 2018 01:44 PM
Bhavnagar

અંતે મોડી રાત્રે દમ તોડયો

Advertisement

ભાવનગર તા.3
શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા હએ એક ખાનગી તબીબને ત્યા ફરજ બજાવતા આધેડને તાજેતરમાં શરીરમાં નબળાઇ અને તાવની બીમારી સબબ સારવાર માટે સૂચક હોસ્પીટલમા ખસેડાયા હતા.અને ત્યાંથી વધુ સારવાર માટે પાનવાડી ખાતેની બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન તેઓને મૃત જાહેર કરાયા હતા. જેથી પરિવારજનો તેમને ઘરે લઇ ગયા હતા. અને ત્યાં આધેડમાં જીવ આવ્યો હતો. અને તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તેમના પરીવારજનો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
બનાવની વિગતો મુજબ શહેરના નવા પરા વીસ્તારમાં રહેતા રજપુત અશોકભાઇ પોપટભાઇ ગોહિલ ( ઉ.વ.51 ) ને ટીબીની બીમારી સબબ સારવાર માટે પ્રથમ સૂચક હોસ્પીટલમા દાખલ કરાયા હતા. જયા સારવાર દરમિયાને તેમને પાનવાડી રોડ પર આવેલ બજરંગદાસ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓને દોઢ દિવસ સારવાર આપ્યા બાદ તબીબે તેઓને મૃત જાહેર કરી ઘરે લઇ જવા કહયું હતુ.જેથી તેમના પરિવારજનો તેને ઘરે લઇ ગયા હતા. ત્યા તેમનુ શરીર હલન ચલન કરવા લાગતા તબીબને ઘરે બોલાવતા તેઓએ તેમને હોસ્પીટલમા દાખલ કરવાનુ કહેતા પરીવારજનો તેમને સર ટી.હોસ્પીટલમા લઇ ગયા હતા.જયા મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયું હતુ.
દર્દીને જીવીત હાલતમાં લઇ ગયા હતા
નવાપરાના રહીશ એવા અશોકભાઇ પોપટભાઇ ગોહિલ નામના એ દર્દી એમડી ફિઝીશ્યન ડો. ગુંજીતસિંઘના અંડરમાં સારવારમાં હતા. તેમની હાલત ખરાબ હતી. એમને ટીબીનું દર્દ હતું અને પહોળું થઇ ગયેલું એમનું હાર્ટ માંડ 10 થી 15 ટકા કામ કરી રહ્યું હતું. પરિણામે એમને રજા આપી શકાય તેમ નહોતું. છતાં તેમના સગા પ્રદીપ પી. ગોહિલના અતિ આગ્રહથી તેમની કાગળમાં સહી લઇને તેમના પોતાના જોખમે રજા આપવામાં આવી હતી. દર્દી અહીથી જીવીત હાલતમાં લઇ જવાયા હતા. તે અંગેના જરૂરી કાગળો પણ થયા હતા.


Advertisement