અમરેલી પાલિકાના કરવેરામાં તોતીંગ વધારો

06 December 2018 01:44 PM
Amreli

પાણી અને સ્ટ્રીટ લાઇટ વેરો બમણો : મિલ્કત વેરો પણ આકરો થતા વધારો રદ કરવા માંગણી

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.6
અમરેલીના શહેરીજનો કારમી મોંઘવારી, દુષ્કાળ અને બેરોજગારીનો સામનો કરી રહયા છે. તેવા જ સમયે પાલિકાના શાસકો વિવિધ કરવેરામાં તોતિંગ વધારો કર્યો હોય કરવેરાનો વધારો પરત કરવા માટે કોંગી નગર સેવક સંદિપ ધાનાણીએ પાલિકાના કમિશનરને પત્ર પાઠવેલ છે.
તેઓએ જણાવેલ છે કે 7 જુલાઈના રોજ મળેલ પાલિકાની સામાન્ય સભામાં હંગમા દરમિયાન પાલિકામાં થયેલ ઠરાવ નંબર-4-પ-6 રદ કરવાની માંગ કરી છે. જેમાં પાણી વેરામાં વાર્ષિક રૂપિયા 600થી વધારીને રૂપિયા 1ર00, કોમર્શીયલ મિલ્કતમાં રૂપિયા 600થી વધારીને 1ર00, ઔદ્યોગિક વસાહતમાં રૂપિયા રરપ0થી વધારીને રૂા. 3 હજાર, સફાઈ દરમાં 96થી વધારીને 36પ, કોમર્શીયલમાં રૂપિયા 1પ0 થી વધારીને રૂપિયા પ47, ઔદ્યોગિક વસાહતમાં રૂપિયા 180થી વધારીને રૂપિયા 730, ખુલ્લી જગ્યામાં રૂપિયા 60થી વધારીને રૂપિયા 18ર કરવામાંઆવેલ છે.
વધુમાં જણાવેલ છે કે સ્ટ્રીટ લાઈટ દર રૂપિયા પ0થી વધારીને રૂપિયા 100 કરવામાં અવ્યા હોય તમામ પ્રકારનો વધારો રદ કરવાની માંગ કરેલ છે.


Advertisement