કચ્છ : હત્યાકાંડની આરોપી મહિલા સરપંચ સસ્પેન્ડ

06 December 2018 01:42 PM
kutch

ચૂંટણીના ડખ્ખામાં છ-છ લોથ ઢળી હતી

Advertisement

ભૂજ તા.6
કચ્છના મુંદરા તાલુકાના છસરા ગામે ગત 23મી ઓક્ટોબરે સર્જાયેલાં છ-છ લોકોના સામુહિક હત્યાકાંડની આરોપી ગામની સરપંચ શકીના આરબ કુંભાર (બોલીયા)ને જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી સસ્પેન્ડ કરી નાખી છે. શકીનાની ગત 30 નવેમ્બરે પોલીસે ધરપકડ કરી હતી.
મુંદરા પોલીસના જણાવ્યા અનુસાર ગામના સરપંચ તરીકે ગંભીર ગુનામાં તેની સંડોવણી હોઈ જરૂરી કાર્યવાહી કરવા ટીડીઓને રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) હેઠળ આરોપી મહિલા સરપંચને સસ્પેન્ડ કરી છે.
સરપંચ તરીકે હોદ્દા પર રહીને સમાજના ન્યાય-નીતિ વિરુધ્ધ કરવામાં આવેલા કૃત્યને નૈતિક અધ:પતન ગણી ડીડીઓએ આ કાર્યવાહી કરી હોવાનું પશ્ચિમ કચ્છ પોલીસે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર લોહિયાળ હત્યાકાંડ પાછળ સરપંચપદની ચૂંટણીનો મુદ્દો જ કારણભૂત હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


Advertisement