ઝુંપડપટ્ટીના 20 કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઇ પુત્રનો જન્મદિવસ ઉજવતા ધોરાજી તાલુકા શાળાના આચાર્ય

06 December 2018 01:41 PM
Dhoraji
  • ઝુંપડપટ્ટીના 20 કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઇ
પુત્રનો જન્મદિવસ ઉજવતા ધોરાજી તાલુકા શાળાના આચાર્ય

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)
ધોરાજી તા.6
ધોરાજી શહેરના ફરેણી રોડ ઉપર આવેલી તાલુકા શાળા નંબર 2ના આચાર્ય નિલેશભાઈ આર મકવાણા એમના પુત્ર પંથના ત્રણ વર્ષ પૂર્ણ થતા એમના જન્મ દિવસ નિમિત્તે આ વિસ્તારના ગરીબ અને ઝુપડપટ્ટી માં રહેતા બાળકોને 20 જેટલા કુપોષણથી પીડાતા બાળકોને દત્તક લઈ અને આ બાળકોના ખોરાક અને દવાની જવાબદારી ઉઠાવી અને આ બાળકો કુપોષણથી મુક્ત બને ત્યાં સુધી સંપૂર્ણ જવાબદારી એમના દીકરા ના જન્મદિવસ નિમિત્તે નિલેશ ભાઈ મકવાણા લીધી છે.
આ કાર્યક્રમનો ધોરાજી પ્રાંત અધિકારી જોષી અને ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા ધોરાજી તાલુકા ને કુપોષણ થી મુક્ત કરવાના અભયાનને આજે તાલુકા શાળા નંબર બે થી શરૂ કરી અને
પોતાના બાળકનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકોની ઘેલછા વધી રહી છે ત્યારે નિલેશભાઈ એ ભારતીય સંસ્કૃતિનો ઉમદા હેતુ રાખી અને ગરીબ બાળકોના આરોગ્યની ચિંતા કરી છે ત્યારે આ કાર્યક્રમમાં ધોરાજી તાલુકાના ડેપ્યુટી કલેકટર જોષી ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન રસિકભાઈ ચાવડા તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકા ના દિનેશભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.રામ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી પંથને યશસ્વી જીવન ના શુભ આશીર્વાદ આપેલ છે અને સાથે નિલેશભાઈના પત્ની ક્રિષ્નાબેન પોતે પણ ઉપલેટા તાલુકાના ગાધા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેઓ પણ એ શાળાના કુપોષિત બાળકોને દત્તક લેવાનો સંકલ્પ જાહેર કરેલ છે.
આ સાથે નીલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે લોકો પોતાનો જન્મદિવસ કેક કાપીને ફુગા ફોડીને કોઈને કોઈ રીતે ખોટા ખર્ચ કરીને ઉજવતા હોય છે ત્યારે અમે પશ્ચિમી સંસ્કૃતિમાં ન માનતા હોઈએ એટલે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણો કોઈ પણ ખાસ દિવસ બીજાને જીવનની ખુશી બને અને સમાજના જરૂરિયાત મંદ લોકોના મોઢા ઉપર તમારા કારણે ખુશી આવે તો જ તમારો દિવસ અને જીવન ખાસ બનતું હોય છે ત્યારે આ રાજ્યને કુપોષણ થી મુક્ત કરવામાં બધા લોકો પોતાના બાળકોનો જન્મદિવસ આવી રીતે ઉજવે અને આ રાજ્યને કુપોષણ થી મુક્ત કરે એવી લોકોને અપીલ કરેલ છે.


Advertisement