મોટી કુંકાવાવ કુમાર વિદ્યાલયની કૃતિ રાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનમાં

06 December 2018 01:40 PM
Amreli
Advertisement

કુંકાવાવ તા.3
એન.સી.ઈ.આર.ટી પ્રેરિત અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર આયોજિત 45 મુ જવાહર લાલ નહેરુ રાષ્ટ્રીય કક્ષા વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2018માં એન.એમ.શેઠ કુમાર વિદ્યાલય મોટી કુંકાવાવની કૃતિ વોટર સીઅર 23 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ ખાતે પ્રદર્શિત કરતા અનેરો આનંદ મળ્યો.અને એન.એમ.શેઠ કુમાર વિદ્યાલય ની કૃતિ છ વખત રાજ્ય કક્ષામાં પણ પ્રદર્શિત થઈ છે. શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ તથા શાળાના સમગ્ર સ્ટાફે રાષ્ટ્રીય કક્ષામાં ભાગ લેવા બદલ રામાવત સુરેશ ટી. અને દેસાઈ તેજસ જે.અને માર્ગદર્શક શિક્ષક એન.એન.ઝાલા ને અભિનંદન પાઠવેલ છે.


Advertisement