ઉપલેટામાં ''દીવ''ની જેમ દારૂ વેંચતી સ્ત્રી પકડાઈ

06 December 2018 01:40 PM
Dhoraji
  • ઉપલેટામાં ''દીવ''ની જેમ દારૂ વેંચતી સ્ત્રી પકડાઈ

સ્મશાન રોડ પર પોલીસનો દરોડો

Advertisement

ઉપલેટા તા.૬ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ ઉપલેટામાં શહેરના સ્મશાન રોડ પર સરકારી જગ્યા ઉપર જાહેરમા ખુલ્લેઅામ દેશી દારૂ દિવની માફક વેચતી મહિલા બુટલેગરની ધરપકડ કરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. રાજકોટ રૂરલ અેલ.સી.બી.ના હેડ. કોન્સ. રમેશભાઈ બોદર, અનીલભાઈ ગુજરાતી પો. કોન્સ. રમેશભાઈ બોદર, અનીલભાઈ ગુજરાતી પો. કોન્સ. જયુભા વાઘેલા, મનોજભાઈ બાયલ, દિવ્યેશભાઈ સુવા, રૂપકભાઈ બોહશ, અજીતભાઈ ગંભીર ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલી ખાનગી બાતમીના અાધારે ઉપલેટાના સ્મશાન રોડ દેશીદારૂ વેચતા શખ્સો (૧) ઈકબાલ હુસેન મહમદહુસેન બુખારી (ર) મુસ્તાક સલીમ રફાઈ રહે. ઉપલેટાવાળા અોને દેશીદારૂ ૮ લીટર કિંમત રૂપીયા ૧૬૦ તથા મોબાઈલ મળી કુલ મુદામાલ ૧ર૩૦ સાથે પકડી ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી અાગળની કાયૅવાહી હાથ ધરવામાં અાવી છે.


Advertisement